Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સરોજીનીમાં મંડલ દીપિકા ચિખલિયા માટે ગીત ગાશે

ઈન્ટરનેટ પર ધૂમ મચાવનારી ગાયિકા ફરી ચર્ચામાં : રામાયણમાં સીતા માતાની ભૂમિકા ભજવનારી દીપિકાએ સોશિયલ મીડિયા પર રાનૂ મંડલનો એક વીડિયો શેર કર્યો

મુંબઈ, તા. ૧૨ : એક સમયે ઇન્ટરનેટ પર જેના નામનો સિક્કો ચાલતો હતો એ લેડી રાનૂ મંડલનો અત્યાર સુધી કોઈ જ અતોપતો ન હતો. હિમેશ રેશમિયાની ફિલ્મથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ હવે તેમને બીજો સૌથી મોટો પ્રોજેક્ટ મળ્યો છે. તેથી રાનૂ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેનો આ બીજો પ્રોજેક્ટ ખૂબ જ ખાસ છે. આ પ્રોજેક્ટ રામાયણની 'સીતાલ્લ એટલે કે દીપિકા ચિખલીયાની આગામી ફિલ્મ 'સરોજિની' માટેનો છે. આ ફિલ્મમાં રાનૂ ગીત ગાતી જોવા મળશે. જેની જાહેરાત ખુદ દીપિકાએ કરી છે.

તેણે રાનૂ મંડલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પોતાના ચાહકો પાસેથી પહેલાની જેમ જ માન સન્માન મળે એવી માંગ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી દીપિકા ચીખલીયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રાનૂનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાનૂ કહી રહી છે કે- 'હવે હું ધીરજ મિશ્રા સાથે કે જે દેશભક્તિની ફિલ્મો બનાવે છે, તેની સાથે 'સરોજિનીલ્લ અને 'સિતમગરલ્લ ફિલ્મના બધા ગીતો ગાવા જઈ રહી છું. હું આશા રાખું છું કે મને તે જ પ્રેમ અને સન્માન મળશે જે તમે અત્યાર સુધી આપી રહ્યા છો. આભારલ્લ.

આ વીડિયોને શેર કરતાં દીપિકા ચિખલીયાએ કેપ્શનમાં લખ્યું હતું – 'મારી ફિલ્મ પ સરોજિની પ ધીરજ મિશ્રા દ્વારા લખાયેલા ગીતો રાનૂએ ગાયા છેલ્લ. દીપિકા ચિખલીયા દ્વારા શેર કરાયેલ આ વીડિયો પર ધડાધડ રિએક્શન્સ આવી રહ્યા છે અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(9:16 pm IST)