Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

આ તક ગૌરવ સમાન છેઃ ભૂમિ

અભિનેત્રી ભૂમિ પેડનેકરને વધુ એક ફિલ્મ મળી છે. રાજકુમાર રાવ સાથે તે જોવા મળવાની છે. ભીડ નામની ફિલ્મ સોશિયલ પોલિટીકલ ડ્રામા છે. આ ફિલ્મનું નિર્માણ ભુષણ કુમાર અને અનુભવ સિંહા કરી રહ્યા છે. નિર્દેશન પણ અનુભવ કરશે. રાજકુમાર અને ભૂમિ અગાઉ બધાઇ દો ફિલ્મમાં સાથે કામ કરી ચુકયા છે.  ફિલ્મનું શૂટિંગ લખનોૈમાં કરવામાં આવશે. ભૂમિ કહે છે અનુભવ સિંહાની ફિલ્મમાં કામ કરવાની તક મળવી મારા માટે સન્માન અને ગર્વની બાબત છે. તેમની ફિલ્મોમાં લોકોની માનસકિતાને બદલવાની તાકાત હોય છે. એક કલાકાર તરીકે આવી સ્ટોરીઝ દેખાડવાની અમારી જવાબદારી છે. આ એક અગત્યનો વિષય છે અને ફિલ્મની સફર શરૂ કરવા માટે હું આતુર છું. બીજી તરફ રાજકુમાર રાવે કહ્યું હતું કે હું હંમેશાંથી એવી કહાની તરફ આકર્ષિત થયો છું જેના પર ચર્ચા કરવી  મહત્વની હોય છે. મારી ઇચ્છા છે કે લોકો સતત મારા કામને લઇને વિચારતા થાય. હું મારી જાતને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીશ.

(10:23 am IST)