Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સોશ્‍યલ મીડિયા ઉપર વિરાટ કોહલી અને અનુષ્‍કા શર્માની પુત્રીના નામે 2009ની ન્‍યુ બોર્ન બેબીની તસ્‍વીર વાયરલ

નવી દિલ્હી: ગઈકાલે ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાં આનંદની લહેર ફરી વળી હતી. જ્યારે સમાચાર મળ્યા કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે પુત્રીની કિલકારી ગુંજી ઉઠી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વિરાટ અનુષ્કાની તસવીરો અને અભિનંદનનો ધસારો જોવા મળ્યો હતો. આ પછી ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, આ તસવીરનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રી છે. પરંતુ અમે તમને તેની સત્યતા જણાવીશું.

અનુષ્કા શર્માએ સોમવારે બપોરે મુંબઇની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. માતા અને પુત્રી બંને સ્વસ્થ છે, બીજું કોઈ નહીં પરંતુ વિરાટ કોહલીએ પોતે જ આ ખુશખબર સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કરી છે. આ પોસ્ટ પછીથી જ લોકોમાં વિરુષ્કાની પુત્રીની ઝલક મેળવવા માટે ભારે બેકરારી જોવા મળી રહી છે.

આ બેકરારીને કારણે સોશિયલ મીડિયા પર એક નવજાતની સાથે એક મહિલાની તસવીર વાયરલ થવા લાગી, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમાં અનુષ્કા શર્મા તેની પુત્રી સાથે છે.

એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં અનુષ્કા શર્મા તેની પુત્રી સાથે છે. પરંતુ આ તસવીરનું સત્ય કંઇક અલગ જ છે.

તમને જણાવી દઈએ કે આ ફોટો વિરાટ અનુષ્કાની પુત્રીનો નથી પરંતુ એક એજન્સીનો છે. આ એજન્સી મીડિયા હાઉસને લાઇફસ્ટાઈલ અને ન્યૂ બોર્ન બેબી જેવા સમાચારો માટે તસવીરો ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે. જાણકારી અનુસાર આ તસવીર 2009ની છે. ઇન્ટરનેટ પર ઘણી વખત જોવા મળી છે.

(5:12 pm IST)