Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અનન્યાનું પાત્ર નિભાવી અત્યંત ખુશ છે મૃણાલ

ટીવી પરદેથી બોલીવૂડમાં પહોચી ચુકેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર હવે ફરહાન અખ્તર સાથે ફિલ્મ તૂફાનમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૨૧ મેએ અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. મૃણાલે અગાઉ બાટલા હાઉસ્ અને સુપર ૩૦ જેવી ફિલ્મો કરી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે. રિતેશ સિધવાની અને રાકેશ ઓમ પ્રકાશ મહેરાની તૂફાનમાં મૃણાલને ફરહાન ઉપરાંત પરેશ રાવલ, સુપ્રિયા પાઠક જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. આ ફિલ્મમાં તે એક સાધારણ છોકરી અનન્યાના રોલમાં છે. તે ભાવુક ઉત્સાહી અને પારિવારીક ભાવના ધરાવે છે. મૃણાલ આ પાત્રમાં ખુબ સારી રીતે ઢળી ગઇ હતી. તે કહે છે અનન્યા ખુબ ઉદાર, સમર્પિત અને દ્રષ્ટી વાળી મહિલા છે. તે સમાનતામાં વિશ્વાસ રાખે છે. તેનું લક્ષ્ય લોકોને પ્રેરીત કરવાનું છે. હું કલાકાર તરીકે મારી જાતને નસીબદાર સમજુ છું કે મને ફિલ્મોના માધ્યમથી લોકોને પ્રેરિત કરવાની તક મળે છે. આ ફિલ્મમાં મને મારી માતૃભાષા મરાઠી બોલવાની પણ તક મળી છે, જેથી હું વધુ ખુશ છું.

(10:19 am IST)