Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

દીપિકા પાદુકોણે MAMIના ચેરપર્સન પદેથી આપ્યું રાજીનામું

મુંબઇ,તા.૧૩: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી જાહેરાત કરી છે. દીપિકાએ પોસ્ટ કરતાં જણાવ્યું કે, તેણે મુંબઇ એકેડેમી ઓફ મુવિંગ ઇમેજ (MAMI)નાં ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેણે આ નિર્ણય તેના ફેન્સ સાથે શેર કર્યો છે. તેણે રાજીનામું આપવા પાછળનું કારણ પણ શેર કર્યું છે. દીપિકા બે વર્ષ પહેલાં MAMIના ચેરપર્સન તરીકે નિયુકત થઇ હતી.

દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે MAMIથી અલગ થવાની જાહેરાત કરી છે. તેણે એક તસવીર શેર કરી છે. આ તસવીર સાથે દીપિકાએ લખ્યું કે, MAMIના બોર્ડમાં સામેલ થવું અને ચેરપર્સન તરીકે સર્વ કરવું મારી માટે એક શીખવા જેવો અનુભવ રહ્યો છે. એક કલાકાર તરીકે આ બહુ સશકત અનુભવ હતો કે સમગ્ર દુનિયાના ટેલેન્ટ અને સિનેમાને મુંબઇમાં લાવવું, મારું બીજું ઘર.

તેણે આગળ લખ્યું કે, મને એવો અહેસાસ થયો કે મારી પાસે હાલ જેટલું કામ છે, તેમાંથી MAMI માટે તેટલું ધ્યાન નહીં આપી શકું. હું તે માનતાં MAMIથી અલગ થઇ રહી છું કે તે સૌથી સારા હાથોમાં છે અને એકેડેમી સાથે મારું જોડાણ જીવનભર રહેશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં દીપિકા પાદુકોણMAMIના ચેરપર્સન બની હતી. દીપિકા પાસે આજકાલ મોટા પ્રોજેકટ્સ છે. તેમાં કબીર સિંહની ૮૩ છે. તે ઉપરાંત સકુન બત્રાની ફિલ્મ પણ છે. જેમં તે અનન્યા પાંડે અને સિદ્ઘાંત ચતુર્વેદી સાથે નજરે પડશે.

(10:19 am IST)