Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ફરી ધમાકેદાર કમબેક માટે તૈયાર છે મનોજ

સત્યાના ભીખુ મહાત્રેએ જેને ઓળખ અપાવી એ મનોજ બાજપેયી આજે બોલીવૂડમાં મોટુ નામ ધરાવે છે. ડિજીટલ પ્લેટફોર્મ પણ મનોજને ફળ્યું છે. વેબ સિરીઝ ધ ફેમિલી મેનને દર્શકોએ ખુબ માણી છે અને પસંદ કરી છે. આ સિરીઝ આવી ત્યારથી તેની બીજી સિઝનની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. ધ ફેમિલી મેન-૨ રિલીઝ માટે તૈયાર છે. પરંતુ કોરોના કાળમાં તેની રિલીઝની તારીખ પાછળ ઠેલી દેવામાં આવી છે. નિર્માતા અમેઝોન પ્રાઇમ વિડીયો હવે આ સિરીઝને જુન મહિનામાં રિલીઝ કરશે. નિર્દેશક જોડી રાજ એન્ડ ડીકે ટુંક સમયમાં જ આ સુપરહિટ વેબ સિરીઝની રિલીઝની ચોક્કસ તારીખે આપશે. ગયા ફેબ્રુઆરીમાં જ આ સિરીઝ રિલીઝ થઇ જવાની હતી. પણ તાંડવને લઇને થયેલા વિવાદ પછી ધ ફેમીલીમેન ૨ની તારીખ બદલી નાંખવામાં આવી હતી. મનોજ બાજપાઇ આ સિરીઝ થકી ધમાકેદાર કમબેક કરવા તૈયાર છે. તે એનઆઇએ એજન્ટ શ્રીકાંત તિવારીના રોલમાં ફરી સામે આવશે. જાસૂસી પર આધારીત આ સિરીઝમાં સાઉથ સુંદરી સામંથા અક્કીનેની પણ છે.

(10:12 am IST)