Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

હું ટ્રોલર્સને દૂર ફેંકી દઉ છું: રવિના ટંડન

અભિનેત્રી રવિના ટંડને સોશિયલ મિડીયાના ટ્રોલર્સ બાબતે વાત કરતાંકહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાક નેગેટિવ લોકો છે, જે હવે નિર્માતા બની ગયા છે અને એકટર્સને પોતાના ઇશારાઓ પર નચાવે છે. રવિનાએ કહ્યું હતું કે સોશિયલ મિડીયાથી થતાં ફાયદાઓનેહું પસંદ કરુ છું, આ એક વરદાન છે. પરંતુ કયારેક નેગેટિવીટી અને ટ્રોલ્સને કારણે તે શ્રાપ બની જાય છે. જ્યાં સુધી એકટર્સનો સવાલ છે અમે સતત આવા ટ્રોલર્સ સામે લડતાં રહીએ છીએ. અમે કેટલાક પબ્લીકેશન્સના માધ્યમથી પણ લડીએ છીએ.આમાંથી કેટલાક ખુબ નેગેટિવ છે, કેટલાક નિર્માતા પણ બની ગયા છે જે એકટર્સને પોતાના ઇશારે નચાવે છે. આવા લોકો આસપાસમાં જ હોય છે, હું તેનાથી દૂર રહેવાનું યોગ્ય સમજુ છું. હું ટ્રોલર્સને જવાબ આપવાને બદલે તેને દૂર ફેંકી દઉ છું. પોઝિટિવ વિચારધારા ધરાવતાં લોકોની સાથે જ રહેવું જોઇએ. રવિના હવે કેજીએફ-૨માં જબરદસ્ત ભુમિકામાં જોવા મળશે.

(10:18 am IST)