Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

‘કયાતમ સે કયામત તક’ ફિલ્મથી આમિર ખાનને મોટો બ્રેક મળ્યો હતોઃ રસ્તા ઉપર ઓટો રિક્ષામાં ફિલ્મોના પોસ્ટરો ચોîટાડવાનું કામ પણ કર્યુ હતુ

નવી દિલ્હી: મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા બોલીવુડ સુપરસ્ટાર આજે કોઇ પરિચયના મોહતાઝ નથી. પરંતુ હંમેશા એવું હોતું નથી. તેમણે પણ એક નાના કલાકાત તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જેને તે સમયે ખૂબ ઓછા લોકો જાણતા હતા. સોશિયલ મીડિયા પર પર એક વીડિયોમાં તમે સ્પષ્ટ આમિર ખાનને રોડ પર ફરી ફરીને ઓટો રિક્શા પર પોતાની ફિલ્મોના પોસ્ટર લગાવતા જોઇ શકો છો.

કેવી રીતે થઇ હતી કેરિયરની શરૂઆત

આમિરએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી વર્ષ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ 'યાદો કી બારાત'થી. ત્યારબાદ તે ફિલ્મ મદહોશ અને હોલીમાં જોવા મળ્યા હતા. પરંતુ ખરેખર આમિર ખાનને મોટો બ્રેક મળ્યો હતો 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ 'કયામત સે કયામત તક' દ્વારા. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં  હતા અને જૂહી ચાવલાને ફીમેલ લીડ રોલ પ્લે કરવાનો હતો.

રસ્તા પર ફરતા હતા આમિર ખાન

વિલિયમ શેક્સપિયરના રોમિયો જૂલિયટથી પ્રેરિત આ ફિલ્મને હિટ કરાવવા માટે આમિર ખાનએ ભરપૂર પ્રયત્નો કર્યા હતા. તે પ્રયત્ન સફળ પણ રહ્યા. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આમિર ખાન પોતાના કો-સ્ટાર રાજ જુત્થી સાથે રસ્તા પર ફરી ફરીને ઓટો રિક્શા પર પોસ્ટ ચોંટાડી રહ્યા છે.

આમિરને ઓળખતા ન હતા ફેન્સ

વીડિયોમાં આમિર ખાન જણાવી રહ્યા છે કે તે ઓટો અને ટેક્સીઓને રોકીને તેમને કહેતા હતા કે આ એક ફિલ્મ આવી રહી છે કયામત સે કયામત તક અને તેનું પોસ્ટર તે પોતાની ગાડી પર લગાવી દે. ઘણા લોકો માની જતા હતા અને ઘણા લોકો ના પાડી દેતા હતા. કેટલાક લોકો તેમને પૂછતા હતા કે હીરો કોણ છે તો તે કહેતા હતા કે આમિર ખાન હીરો છે. પછી ઓટોવાળા પૂછતા કે આમિર ખાન કોણ છે તો તે કહેતા કે હું જ છું આમિર ખાન.

(4:46 pm IST)