Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ફિલ્‍મ માટે તૈયારી શરૂ કરી દીધી જાસ્‍મીન ભસીને

તમિલ, કન્‍નડ અને તેલુગુ ફિલ્‍મોમાં ૨૦૧૧થી કામ શરૂ કરનારી અભિનેત્રી જાશ્‍મીન ભસીન હવે હિન્‍દી ફિલ્‍મના પરદે આવી રહી છે. તેણે ટીવી પરદે ટશન એ ઈશ્‍ક, દિલ સે દિલ તક, ફિયર ફેક્‍ટર, દિલ તો હેપ્‍પી હૈ, નાગીન-૪, બિગ બોસ સહિતના શો કરીને દર્શકોમાં ઓળખ ઉભી કરી છે. મ્‍યુઝિક વિડિયોમાં પણ તેણે જમાવટ કરી હતી. હવે તે હિન્‍દી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પગલા માંડી રહી છે.  ગિપ્‍પી ગ્રેવાલની ‘હનીમૂન' દ્વારા તે ફિલ્‍મમાં એન્‍ટ્રી કરી રહી છે. આ ફિલ્‍મ આ વર્ષે પચીસમી ઓક્‍ટોબરે રિલીઝ થવાની છે. વધુ એક ફિલ્‍મ તે કરી રહી છે. મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટની ફિલ્‍મની આ અનટાઇટલ ફિલ્‍મને મનીષ ચવાણ ડિરેક્‍ટ કરશે. ફિલ્‍મમાં અન્‍ય કયા કલાકારો હશે, ફિલ્‍મ કેવા પ્રકારની હશે એની માહિતી હવે જાહેર થશે. જુલાઈના અંત સુધીમાં ફિલ્‍મનું શૂટિંગ શરૂ થશે. જાસ્‍મિનનો રોલ તેના ચાહકો માટે સરપ્રાઇઝ આપશે. તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે.

(10:21 am IST)