Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આવતા મહિને સમીર બની દર્શકો સામે આવશે વિદ્યુત

વિદ્યુત જામવાલની એક્‍શન ફિલ્‍મોનો મોટો ચાહક વર્ગ છે. તેની વધુ એક આવી ફિલ્‍મ આવતા મહિને જોવા મળશે. ‘ખુદા હાફિઝ ચેપ્‍ટર ૨-અગ્નિપરીક્ષા'ને આઠમી જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્‍મમાં તેની સાથે શિવાલિકા ઓબેરોય પણ જોવા મળશે. આ ફિલ્‍મ ૨૦૨૦માં આવેલી ‘ખુદા હાફિઝ'ની સીક્‍વલ છે. પહેલો ભાગ જ્‍યાં ખતમ થયો હતો ત્‍યાંથી જ બીજો ભાગ શરૂ થશે. વિદ્યુતે કહ્યું હતું કે મેં જે પણ પાત્ર ભજવ્‍યાં છે એમાં દર્શકોએ મને પસંદ કર્યો એ માટે  હું તેમનો આભારી છું. સમીરને તેમણે જે પ્રેમ આપ્‍યો એનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. સમીર તરીકે હું આઠ જુલાઈએ તમને સિનેમામાં મળીશ. ફિલ્‍મના નિર્દેશક ફારૂક કબીરે કહ્યુ કે અમારી ફિલ્‍મ ‘ખુદા હાફિઝ ચેપ્‍ટર ૨-અગ્નિપરીક્ષા'માં પતિ અને પત્‍નિ વચ્‍ચેનો પ્રેમ પણ દેખાડાયો છે.  જો કોઈએ ‘ખુદા હાફિઝ' ન જોઈ હશે તો પણ બીજા પાર્ટને તેઓ થિયેટર્સમાં માણી શકશે. વિદ્યુત આ ફિલ્‍મમાં પણ ફરીથી જબરદસ્‍ત એક્‍શન કરતો જોવા મળશે.

(10:20 am IST)