Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અક્ષયકુમાર છઠ્ઠા સ્થાને એક માત્ર ભારતીય એકટર

ફોર્બ્સ દ્વારા વિશ્વના ટોપ-૧૦ કમાણી કરનાર અભીનેતાઓની યાદી જાહેર

મુંબઇ તા. ૧૩ : ર૦ર૦ માં સૌથી વધુ પૈસા રળનારા જગતના ટોપ ટેન પુરૂષ એકટરોની યાદીમાં અક્ષયકુમાર ગયા વર્ષની સરખામણીમાં બે સ્પોટ નીચે ઉતરીને છઠ્ઠા નંબરે આવી ગયો છે. જો કે આ યાદીમાં તે એકમાત્ર ભારતીય છે.

ર૦૧૯ ની ૧ જૂનથી ર૦ર૦ ની ૧ જૂન સુધીની કમાણીના આધારે આ યાદી વિખ્યાત અમેરિકન મેગેઝિન 'ફોર્બ્સ' દ્વારા બહાર પાડવામાં આવી છે. આ અરસામાં અક્ષયે અંદાજે ૩૬૩ કરોડ રૂપિયા રળ્યા છે.

આ યાદીમાં હોલીવુડનો સ્ટાર ડ્વેઇન જોન્સન સતત બીજા વર્ષે પહેલા નંબરે આવ્યો છે. તેની કમાણી ૬પપ કરોડ રૂપિયા જેટલી રહી છે.

વિલ સ્મિથ અને એડમ સેન્ડલર જેવા સ્ટાર્સ આ યાદીમાં આઠમા અને નવમા નંબરે છે અને દસમા નંબરે માર્શલ આટ્ર્સ સ્ટાર જેકી ચેન છે.

(10:16 am IST)