Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કરીના અને સૈફે ફેન્સને ફરી આપ્યા ગુડ ન્યુઝઃ પરિવારમાં જલ્દી આવવાનો છે નાનકડો મહેમાન

મુંબઇ તા. ૧૩ : બોલિવુડ એકટર સૈફ અલીખાન અને કરીના કપૂરના પરિવારમાં જલ્દી એક નાનકડા મહેમાનની એન્ટ્રી થવાની છે.એવા સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા હતા. પરંતુ હવે સૈફે પોતે ઓફિશિયલ આ વાતની ઘોષણા કરી દીધી છે કે, તેમના ઘરે જલ્દી એક નાનકડો મહેમાન આવવાનો છે.

કરીના સૈફની બીજી પત્ની અમૃતાસિંહ છે, જેનાથી સૈફને દીકરી સારા અલીખાન અને દિકરો ઇબ્રાહિમ અલીખાન છે કરીનાથી સૈફને એક દિકરો તૈમૂર અલીખાન છે અને હવે સૈફે ફેન્સને મોટી ગુડ ન્યૂઝ આપી છે.  દીકરી સારાના જન્મદિવસના દિવસે તેણે કરીના ફરી પ્રેગ્નેન્ટ હોવાની ઘોષણા કરી છે. સોશિયલ મીડિયા પર કરીના જ ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે સૈફ કોઇપણ સોશિયલ મીડીયા પોર્ટલ પર નથી. તો હવ ેફેન્સ સોશિયલ મીડિયા પર કરીના અને સૈફને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(10:16 am IST)