Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નિયાએ વિડીયો સોંગમાં કરી જમાવટ

ટ્વીસ્ટેડ અને જમાઇ રાજા ૨.૦ જેવી વેબ સિરીઝમાં જમાવટ કરનારી નિયા શર્માને ટીવી પરદાના દર્શકો વર્ષોથી ઓળખે છે. નિયાના અહિ અસંખ્ય ચાહકો છે. એક હજારો મેં મેરી બહેના હૈ, કાલી એક અગ્નિપરિક્ષા, મેરી દુર્ગા, નાગીન-૪, ૫ સહિતના શો કરી ચુકેલી દિલ્હીની આ અભિનેત્રીએ મોડેલીંગ પણ કર્યુ છે. દર્શકોની વચ્ચે સતત રહેવા માટે તે સોશિયલ મિડયા પર પણ સક્રિય રહે છે. અહિ તે હોટ અને બોલ્ડ તસ્વીરોથી અવાર-નવાર તાપમાન વધારી દે છે. તાજેતરમાં રીયાનું એક વિડીયો સોંગ દો ઘૂંટ મુજે ભી પીલા દે...રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર છવાઇ ગયું છે. સારેગામા મ્યુઝિકના આ ગીતમાં શ્રુતિ રાણેએ શ્વર આપ્યો છે. નિયા ગીતમાં બોલ્ડનેસ થકી ચાહકોને પાગલ કરતી જોવા મળી રહી છે. નિયા બીગ બોસ ઓટીટીમાં પણ જોવા મળી હતી. જો કે તે મહેમાન તરીકે આવી હતી. 

(10:11 am IST)