Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અર્જુન કપૂર બાદ હવે ક્રિતિ સેનને ખરીદી મોંઘીદાટ ગાડી : કિંમત રૂપિયા ૨.૪૩ કરોડ

કાર Mercedes Maybach GLA ૬૦૦ ખરીદી

મુંબઇ,તા.૧૩:  બોલિવૂડ સ્ટાર્સની મોંદ્યીદાટ ગાડીઓ પણ ફેન્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. છેલ્લાં ઘણાં સમયથી બોલિવૂડ સેલેબ્સમાં નવી મોંદ્યીદાટ ગાડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગત દિવસો દરમિયાન અર્જુન કપૂરે તેના માટે કરોડો રૂપિયાની કિંમતની ગાડી ખરીદી હતી. ત્યારે હવે એકટ્રેસ ક્રિતિ સેનને તેના માટે નવી કાર Mercedes Maybach GLA 600 ખરીદી છે.

એકટ્રેસ ક્રિતિ સેનન શુક્રવારે પોતાની નવી ગાડી સાથે દિનેશ વિજનની ઓફિસની બહાર સ્પોટ થઈ હતી. મળતી માહિતી મુજબ, ક્રિતિ સેનનની આ કારની કિંમત રૂપિયા ૨.૪૩ કરોડ આંકવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ, એકટ્રેસ ક્રિતિ સેનને તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ શ્નજ્રાક્રજ્રાક્રલૃદ્ગક સફળતા બાદ પોતાને આ કાર ગિફ્ટ કરી છે.

ક્રિતિ સેનને વર્ષ ૨૦૧૪માં આવેલી ફિલ્મ 'હીરોપંતી' બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ક્રિતિ સેનન 'રાબતા', 'બરેલી કી બરફી', 'લુકા છીપી', 'હાઉસ્કુલ ૪', 'પાણીપણ', 'મિમિ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ક્રિતિ સેનનની આગામી ફિલ્મો 'હમ દો હમારે દો', 'બચ્ચન પાંડે', 'ભેડિયા', 'આદિપુરૂષ' વગેરે છે.

અહીં નોંધનીય છે કે અર્જુન કપૂરે તાજેતરમાં જે કાર ખરીદી છે તેની કિંમત કરોડોમાં છે. આ લકઝરી કારમાં તમામ આધુનિક ફીચર્સ છે. અર્જુને MayBach GLS600 એસયુવી કાર ખરીદી છે. અર્જુન કપૂરની આ કારની કિંમત સાંભળીને કોઈની પણ આંખો પહોળી થઈ શકે છે. આ લકઝરી એસયુવી કારની કિંમત ૨.૪૩ કરોડ રુપિયા દર્શાવવામાં આવી રહી છે. આ કારમાં તે તમામ આધુનિક સુવિધાઓ અને ફીચર્સ છે જે આ કિંમતની કારમાં મળવા જોઈએ. કારની રોડ પ્રેઝન્સ શાનદાર છે અને આ કારનો રંગ બ્લ્યુ છે. અર્જુને પોતાની કારનો નંબર પણ ખાસ પસંદ કર્યો છે.

અર્જુનની કારની સાથે સાથે તેની કારના નંબરની પણ ચર્ચા થઈ રહી છે. તેણે કારનો નંબર ૦૨૯૧૧ રાખ્યો છે, જે તેના પિતા બોની કપૂરનો જન્મદિવસ એટલે કે ૨૯ ડિસેમ્બર છે અને બહેન અંશુલાનો જન્મદિવસ ૧૧ નવેમ્બરના રોજ છે. માટે અર્જુને કારના નંબરમાં ૨૯ અને ૧૧ બન્ને અંકોનો સમાવેશ કર્યો છે. આ પહેલી એવી મોંઘી કાર નથી જે અર્જુન કપૂરે ખરીદી હોય. અર્જુન પાસે આ કાર સિવાય લેન્ડ રોવર, માસેરાતી લેવાંટે, ઓડી કયૂ૫ અને હોન્ડા સીઆરવી જેવી મોંદ્યી કાર્સ છે.

(10:11 am IST)