Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

હવે ખુબ મજબૂત થઇ ગઇ છે કેટરીના કૈફ

બીજી અભિનેત્રીઓની જેમ કેટરીના કૈફે પણ શુટીંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં તે વિજ્ઞાપનના શુટીંગ માટે માલદિવ પહોંચી હતી. ત્યાંના અદ્દભુત લોકેશન્સની તસ્વીરો કેટરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી હતી. કેટરીનાએ તસ્વીરો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે માલદિવ આવીનુ ખુબ સારુ લાગ્યું છે. કેટરીના રેઇનબો શેડના સફેદ સ્ટીવલેસ ટોપ અને પિન્ક લોઅરમાં જોવા મળી હતી. ખુલ્લા વાળ તેની સ્ટાઇલને વધુ આકર્ષક બનાવી રહ્યા હતાં. તેની આ તસ્વીરો ચાહકોએ ખુબ પસંદ કરી છે. અક્ષય કુમાર સાથેની સૂર્યવંશીમાં કેટરીનાએ મુખ્ય રોલ નિભાવ્યો છે. વર્ષો પછી તે ફરીથી અક્ષય સાથે જોવા મળવાની છે. આ ઉપરાંત ઇશાન ખટ્ટર અને સિધ્ધાંત ચતુર્વેદી સાથે ફોન ભૂતનું શુટીંગ પણ શરૂ કરવાની છે. કેટરીનાએ જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. રણબીર કપૂર સાથે બ્રેકઅપ પછી તે ખુબ દુઃખી હતી. પણ હવે ખુબ મજબૂત થઇ ગઇ છું. પુસ્તકો અને મિત્રો તેના મદદગાર બન્યા હતાં. જો કે કેટરીના કહે છે બ્રેકઅપ પછી પણ અમે એક બીજાનું સન્માન કરીએ છીએ.

(9:53 am IST)