Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સાસુ વહુના સંબંધોના તાણાવાળી

સિરીયલ ‘મોટી બા ની નાની વહુ’ કલર્સ ગુજરાતીમાં સોમવારથી રજૂ થશે

(કેતન ખત્રી), અમદાવાદઃ કલર્સ ગુજરાતી પ્રસ્તુત કરે છે એક અસામાન્ય પ્રેમ કથા જ્યાં પુત્રવધુની ભૂમિકાને પત્ની કરતા પૌત્રવધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લગ્ન દરેક છોકરીના જીવનની એક મહત્વની ઘટના છે જેના દ્વારા તેનું જીવન સંપૂર્ણ બદલાય છે. લગ્ન પછી પતિના ઘરની અનેકાનેક જવાબદારીઓ તેના શિરે આવે છે. આ ધારાવાહિકની વાર્તા તેની નાયિકા  ‘સ્વરા’ ની આસપાસ વીંટળાયેલી છે. સ્વરા જેમોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માંગે છે અને તેના લગ્ન પણ જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારમાં થાય છે. લગ્ન પછી સાસુ વહુના સંબંધો વિશેના આ ધારાવાહિકનું નિર્માણ દેવસ્વ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે અને તા. ૧૫ થી, સોમ થી શનિ રાત્રે ૮: ૩૦ કલાકે કલર્સ ગુજરાતી પર આવશે.
કલર્સ ગુજરાતીના પ્રોગ્રામિંગ હેડ ડો.દર્શિલ ભટ્ટ જણાવે છે કે અગાઉં અમારા ધારાવાહિક ‘‘મારૂ મન મોહી ગયું’’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. તદ્દન ભિન્ન પ્રકારના પ્લોટ પર આધારિત આ ધારાવાહિક ‘‘મોટી બા ની નાની વહુ’’ દ્વારા ફરી એક વાર અમે દર્શકોના મન જીતી લઈશું.
પીઢ અભિનેત્રી રોહિણી હટંગડી આ ગુજરાતી ધારાવાહિકમાં એક અગત્યનું પાત્ર ભજવી રહ્યા છે અને આ પાત્ર વિશે તેમને જણાવ્યું કે, ‘‘મારે મારા પાત્ર વિષે વધુ નથી જણાવવું પણ એટલું કહીશ કે દર્શકો માટે આ ધારાવાહિક ઘણા સરપ્રાઈઝ લઇને આવી રહ્યું છે.’’

 

(11:13 am IST)