Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મધ્યમ વર્ગના પરિવારની વાત દર્શાવતી ‘યમરાજ કોલિંગ’ ૧૮મીએ શેમારૂમી પર રિલીઝ

જુનાગઢ જીલ્લાના અન્ડર-૧૪ ખેલાડીઓનું

(કેતન ખત્રી), અમદાવાદઃ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘ધૂઆંધાર’ની સફળતા બાદ હવે શેમારૂમી પર એક નવી વેબસિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. દેવેન ભોજાણી અને હેલ્લારો ફેમ નીલમ પંચાલ સ્ટાર ‘યમરાજ કાૅલિંગ’ ૧૮ નવેમ્બરે શેમારૂમી એપ પર રિલીઝ થવાની છે. આ વેબસિરીઝ એક એવા પિતા, પુત્ર, પતિની વાર્તા છે, જે પરિવારનું ભવિષ્ય સુધારવા માટે તેમનો વર્તમાન જ ભૂલી જાય છે.‘યમરાજ કાૅલિંગ’ વેબસિરીઝની વાર્તા અમર નામના મધ્યમવર્ગીય પુરૂષની આસપાસ ફરે છે, જે એક પરિવારનો મોભી છે. જે પોતાના બાળકો, પત્ની અને પિતાના ભવિષ્યને સિકયોર કરવા માટે દિવસ-રાત એક કરીને મહેનત કરે છે. જો કે આ મહેનત દરમિયાન તે પરિવારને સમય આપવાનું, તેમની સાથે જીવવાનું ભૂલી જાય છે. આખરે એક દિવસ અચાનક યમરાજ તેને લેવા આવે છે, ત્યારથી અમરના જીવનમાં શું થાય છે, તે જોવા માટે તમારે વેબસિરીઝ જોવી પડશે!
ધર્મેશ મહેતા ડિરેક્ટેડ ‘યમરાજ કોલિંગ’ વેબસિરીઝથી દિગ્ગજ એકટર દેવેન ભોજાણી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહ્યા છે. તો આ વેબસિરીઝમાં દીપક ઘીવાલા, હેલ્લારો ફેમ નીલમ પંચાલ, મેઝલ વ્યાસ, મીત શાહ અને ધ કોમેડી ફેક્ટરી ફેમ મનન દેસાઈ જોવા મળશે.

 

(11:14 am IST)