Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

દર્શકોને સતત ચોંકાવવાનું મને ગમશેઃ પરિણિતિ

અભિનેત્રી પરિણિતિ ચોપડા હાલમાં સાતમા આસમાને વિહરી રહી છે. તેની ફિલ્મો ધ ગર્લ ઓન ધ ટ્રેન, સંદિપ ઓૈર પિન્કી ફરાર અને સાઇના એક પછી એક રિલીઝ થઇ અને લોકોને ખુબ ગમતાં તે અત્યંત ખુશ છે. દર્શકોના સારા પ્રતિભાવને કારણે પરિણિતિ તેમનો આભાર માની રહી છે. તેણે કહ્યું હતું કે હું સતત એવા પાત્રો ભજવીશ કે જેનાથી લોકો ચોંકી જાય. સમિક્ષકો અને દર્શકોએ મારા ત્રણેય ફિલ્મના અભિનયને વખાણ્યો છે અને મને આ ફિલ્મોએ મારી પ્રતિભાને વધુને વધુ નિખારવાની તક આપી છે. પરિણિતિ કહે છે આગામી સમયમાં પણ મારી એક પછી એક આવી ફિલ્મો આવતી રહેશે. આ વર્ષની શરૂઆત મારા માટે ખુબ સારી રહી છે. લોકોનો પ્રેમ એ વાતની સાબિતી આપે છે કે કલાકારોએ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જોઇએ અને બદલાવ લાવવો જોઇએ. આગામી ફિલ્મોની પસંદગીમાં હું આ બાબતને સોૈથી પહેલા નજરમાં રાખીશ.

(10:08 am IST)