Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વિલન હવે રોમાન્સ કરશેઃ વિશાલ જેઠવાનો નવો અવતાર

યુવા અભિનેતા વિશાલ જેઠવાએ રાની મુખર્જી અભિનીત મર્દાની-૨માં ખતરનાક વિલનનો રોલ નિભાવ્યો હતો અને શાનદાર અભિનય બદલ પુરષ્કાર પણ મેળવ્યો હતો. વિશાલે કારકિર્દીની શરૂઆત ટીવી પરદેથી કરી હતી. પણ તેનો બોલીવૂડ પ્રવેશ દમદાર થયો હતો. હવે તે એક મ્યુઝિક વિડીયોમાં રોમાન્ટીક અંદાજમાં જોવા મળવાનો છે. તેરી મિટ્ટી ફેઇમ કે અકરો પ્રૈવો મુખર્જીએ એક સુમધુર સિંગલ ગીત 'ધત' ગાયું છે. વિશાલ તેમાં આકર્ષક પ્રેમીના રોલમાં છે. વિશાલે કહ્યું હતું કે આ મ્યુઝિક વિડીયો માટે અરકો દા મારી પાસે આવ્યા હતાં અને હું તુરત જ કામ કરવા તૈયાર થઇ ગયો હતો. એક પ્રતિષ્ઠીત ગાયક, રાઇટર, કમ્પોઝરની ઓફર તમે કઇ રીતે જતી કરી શકો. હું પહેલેથી તેનો ચાહક હતો. મને ગીતમાં રોમાન્ટીક પાત્ર મળતું હોઇ તેની પણ વધુ ખુશી હતી. મને લાગ્યું કે આ કંઇક અલગ અને પડકારરૂપ છે. મને મર્દાની ૨ પછી ચાહકો અલગ જ અવતારમાં આ ગીતમાં જોઇ શકશે. વિશાલ ગુજરાતી પરિવારનો છે અને ભારત કા વીરપુત્ર-મહારાણા પ્રતાપ સિરીયલમાં યુવા અકબરનો રોલ નિભાવી અભિનય શરૂ કર્યો હતો.

(10:08 am IST)
  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST

  • ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રાજ્યના 12થી વધુ આઈએએસ અધિકારીઓ કોરોના સંક્રમિત : સીએમ કાર્યલયમાં પણ કોરોના ઘુસ્યો : યોગી આદિત્યનાથની ઓફિસમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વળગ્યો access_time 1:03 am IST

  • ૧૫ ઍપ્રિલથી શરૂ થનાર ધોરણ ૧૦ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ, કોરોના કાળમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય access_time 1:18 pm IST