Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

'તારક મહેતા..'ની બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા વિરૂધ્ધ નોંધાઇ એફઆઇઆર

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં દલિત સમાજ માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો અભિનેત્રીએ

મુંબઇ,તા. ૧૪: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્ત્।ાએ તાજેતરમાં એક વીડિયોમાં દલિત સમાજના જાતિવાચક શબ્દનો કેઝયુઅલી અપશબ્દની માફક ઉપયોગ કર્યો હતો. જેને લીધે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે અભિનેત્રી વિરુદ્ઘ જાતિવાદી ટિપ્પણી કરવા બદલ હરિયાણાના હંસી શહેરમાં કેસ નોંધવામાં આવ્યો છે.

દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસનની ફરિયાદના આધારે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ અધિનિયમ)ની કલમ (૧) (યુ) હેઠળ હરિયાણાના હંસી શહેરમાં અભિનેત્રી મુનમુન દત્ત્।ા વિરુદ્ઘ કેસ નોંધવામાં આવ્યો છે. કલસને હંસી પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી છે કે, અભિનેત્રી દ્વારા દલિત સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવામં આવી છે અને સમાજને બદનામ કરવામાં આવ્યો છે. કલસને એમ પણ કહ્યું હતું કે, અભિનેત્રીના લાખો ફોલોઅર્સ છે અને આવી ટિપ્પણી માત્ર બદનામ કરવા માટે કરવામાં આવી છે.

હંસી શહેર પોલીસ મથકના નિરીક્ષક રામ ફાલે એફઆઈઆર નોંધાઈ હોવાની પુષ્ટિ કરી હોવાના સમાચાર સુત્રોએ આપ્યા છે.

 તાજેતરમાં મુનમુન દત્ત્।ાએ યુટ્યુબ પર એક વિડિયો શેર કર્યો હતો જેમાં તે મેકઅપને લઈને વાત કરી રહી હતી. જોકે તેણે આ વીડિયોમાં એક શબ્દ ખોટો વાપર્યો હતો, જેનાથી દલિત જાતિના લોકોની લાગણી દુભાય હતી. આથી લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને તેને જેલભેગી કરવા માટેનો ટ્રેન્ડ કર્યો હતો. પરંતુ બાદમાં અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોની માફી માંગી હતી અને સ્પષ્ટતા પણ કરી હતી.

(10:02 am IST)