Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પલક ફરી ચાહકોને પાગલ કરી રહી છે

પોતાની અંગત જિંદગીને કારણે સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી શ્વેતા તિવારી સોશિયલ મિડીયા પર પણ અવાર-નવાર આગ લગાવતી રહે છે. તેની હોટ બોલ્ડ તસ્વીરો પાછળ ચાહકો પાગલ થઇ જાય છે. હવે તેની પુત્રી પલક તિવારી પણ અભિનય કારકિર્દી શરૂ કરી રહી છે. પલકની પહેલી ફિલ્મ 'રોઝી' આવી રહી છે. પલકે પરિવારમાં ચાલી રહેલા વિવાદને લીધે સોશિયલ મિડીયા છોડી દીધું હતું. પરંતુ હવે તે ફરીથી ઇંસ્ટાગ્રામ પર ધમાકેદાર એન્ટ્રી કરી ચુકી છે. તેણે પોતાની કેટલીક હોટ તસ્વીરો પોસ્ટ કરી છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મિડીયા પર પલકના અસંખ્ય ચાહકો છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે. વારંવાર પલક પોતાની તસ્વીર પોસ્ટ કરતી રહે છે. પલકની ફિલ્મ રોઝી-ધ સેફ્રોન ચેપ્ટરમાં તેની સાથે અરબાઝ ખાન અને મલાઇકા અરોરા પણ છે. વિવેક ઓબેરોય અને પ્રેરણા અરોડાએ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. વિશાલ મિશ્રા નિર્દેશક છે.

(9:47 am IST)