Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

તાપસીની પાંચ ફિલ્મોઃ વિક્રાંત સાથેની ફિલ્મ આવે છે આવતા મહિને

વિક્રાંત મેસ્સી વધુ એક વખત ડિજીટલ પ્લેટફોર્મ પર જોવા મળવાનો છે. વેબ સિરીઝ મિરઝાપુરની પહેલી સિઝનમાં નોંધપાત્ર અભિનય કરનાર વિક્રાંત હવે વ્યસ્ત અભિનેતા છે. તેની ફિલ્મ હસીન દિલરૂબા નેટફિલકસ પર આવતા મહિને બીજી જુલાઇના રોજ રિલીઝ થવાની છે. મર્ડર મિસ્ટ્રી એવી આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, હર્ષવર્ધન રાણે અને હંસીકા મોટવાણી પણ ખાસ ભુમિકા નિભાવી રહ્યા છે. આનંદ એલ રાય અને ઇરોઝ ઇન્ટરનેશનલ નિર્મિત આ ફિલ્મ આમ તો ગયા વર્ષે રિલીઝ થઇ જવાની હતી. પરંતુ કોરોનાને કારણે તારીખ પાછળ લઇ જવી પડી હતી. ફિલ્મનું નિર્દેશન વિનીલ મેથ્યુએ કર્યુ છે. તાપસીએ તાજેતરમાં સોશિયલ મિડીયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે કહાની આશિકાના, રાઝ કાતિલાના, હસીન દિલરૂબા નેટફિલકસ પર જોવા મળશે. તાપસીની આગામી ફિલ્મોમાં લૂપલપેટા, સાબાશ મીઠ્ઠુ, રશ્મી રોકેટ અને દોબારા પણ કતારમાં છે.

(9:48 am IST)