Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

લોકડાઉન ૨.૦ બાદ કામ પર નીકળ્યા અમિતાભ બચ્ચન !

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આની જાણકારી આપી

મુંબઇ, તા.૧૪: અભિનેતા અમિતાભ બચ્ચન ૭૮ વર્ષની ઉંમરે પણ કામને લઇને સીરિયસ છે, તેઓ સતત કામ કરે છે. તેમના હાથમાં કેટલીક ફિલ્મ્સ છે. ટીવી કવીઝ શો કોન બનેગા કરોડપિત પણ શરૂ થવાનો છે. હવે મુંબઇમાં કોરોના વાયરસને લીધે લાદવામાં આવેલું લોકડાઉન દૂર થતાં અમિતાભ બચ્ચન ફરી એક વખત કામ પર નીકળી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આની જાણકારી આપી છે.

અમિતાભ બચ્ચને પોસ્ટ કરી લખ્યું કે, સવારે ૭ વાગ્યે, કામ પર જતાં. લોકડાઉન ૨.૦ બાદ શૂટિંગનો પહેલો દિવસ. Pangolin  માસ્ક સાથે અને અભિવ્યકિત- રોજ, દરેક રીતે વસ્તુઓ સારી અને સારી અને સારી થશે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ છે. તેઓ ફિલ્મ્સ સાથે જોડાયેલી યાદો શેર કરતાં રહે છે. તેમણે કોરોના વેકિસનના બન્ને ડોઝ લઇ લીધા છે. વેકિસનનો બીજો ડોઝ લીધા બાદ તેમણે પોસ્ટ શેર કરતાં લખ્યું કે, બીજો પણ થઇ ગયો! covid  વાળો Cricketવાળો નહીં.  sorry sorry that was a really bad one.  

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન ફિલ્મ ચેહરેમાં નજરે પડશે. ચેહરેનું ટ્રેલર રીલિઝ થઇ ચૂકયું છે. આમાં ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તી પણ છે. ઉપરાંત તેઓ ફિલ્મ બ્રહ્માસ્ત્ર, ઝુંડમાં પણ જોવા મળશે. બ્રહ્માસ્ત્રમાં તેમની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં છે.

(4:54 pm IST)