Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

‘‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’’ના દયા ભાભીનો વિડીયો વાયરલઃ દરિયા કિનારે ડાન્સ કરતા જાવા મળ્યા

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  ના દયાભાભી એટલે કે દિશા વાકાણીને તો દરેક જણ જાણે છે. નાના પડદે દિશા લાંબા સમયથી ગાયબ છે. પરંતુ તેનું દયભાભીનું પાત્ર આજે પણ એટલું જ લોકપ્રિય છે. ફેન્સને આજે પણ આશા છે કે દિશા વાકાણી જલદી દયાભાભીની ભૂમિકામાં પાછી ફરશે. આ બધા વચ્ચે હાલ દિશા વાકાણીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો નથી પરંતુ એક ડાન્સ નંબર છે. 

દિશાનો ધમાકેદાર ડાન્સ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગુજરાતી વહુ દયા એટલે કે દિશા વાકાણી આ વખતે ગુજરાતી ગરબા નથી કરી રહી. પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે માછીમારોવાળો ડાન્સ કરી રહી છે. દિશા વાકાણીનો આ અવતાર કદાચ ફેન્સે પહેલીવાર જોયો હોય. આ વીડિયોમાં દિશા વાકાણી દરિયા કિનારે એક બંગલો...ગીત પર નાચતી જોવા મળે છે. તેનો આ ડાન્સ ખુબ ધમાકેદાર છે. 

બોલ્ડ અંદાજમાં દિશા
વીડિયોમાં દિશા વાકાણીએ ગોલ્ડન સ્કર્ટ અને બેકલેસ ચોલી પહેરી છે. વીડિયોમાં તે ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. દિશાનો આ વીડિયો ખુબ આમ તો જૂનો છે પરંતુ હાલ વાયરલ થઈ રહ્યો છે. વર્ષો જૂના આ વીડિયોમાં પણ દિશા વાકાણી નટખટ અદાઓમાં જોવા મળી રહી છે. દિશા આ ગીતમાં એક ચોરની ભૂમિકા ભજવી રહી છે. જે પોલીસનું ખિસ્સુ કાપી લે છે. દિશાના આ કારનામા બાદ તે માછીમારોની વસ્તીમાં પહોંચી જાય છે અને પછી દરિયા કિનારે એક બંગલો...ગીત શરૂ થાય છે. 

ફેન્સ ચોંકી ગયા
દિશા વાકાણીને આ અવતારમાં જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. એક ફેને તો કમેન્ટમાં કહ્યું જેઠાલાલને કહી દઉ? અનેક લોકો અભિનેત્રીના ખુબ  વખાણ પણ કરી રહ્યા છે. લોકો કહે છે કે દિશાને આ રૂપમાં જોઈશું તે અંગે ક્યારેય વિચાર્યું નહતું. આમ તો દિશા લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી ગાયબ છે. તેણે ગર્ભાવસ્થા બાદ શોને અલવિદા કરી દીધી હતી. 

(6:10 pm IST)