Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

‘વિકિડા નો વરઘોડો' ગુજરાતી ફિલ્‍મ ૮ જુલાઈના રિલીઝ થશે

(કેતન ખત્રી), અમદાવાદઃ એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, અજય શ્રોફ, પંકજ કેશરૂવાલા, જાનવી પ્રોડકશન્‍સના વિકાસ અગ્રવાલ અનેરીષિવ ફિલ્‍મ્‍સના આશિષ પટેલ અને નિરવ પટેલ સાથે મળીને કોમેડી ગુજરાતી મૂવી, ‘વિકિડા નો વરઘોડો'ને દર્શકો સામે લાવવા તૈયાર છે. આ ફિલ્‍મમાં સન આઉટડોર્સના -તિેશ શાહ સહ-નિર્માતાછે.આ મૂવી રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લેખિત,દિગ્‍દર્શિત અને સંપાદિત કરવામાં આવી છે. આખીફિલ્‍મ વિકીની આસપાસ જ ફરે છે, જેમાં વાત છેએનીઘણી અનલકી રીલેશનશિપ્‍સ પછી,ફાઈનલીલગ્ન કરવાની પણ ટ્‍વીસ્‍ટ એ છે કે;વિકી, એના માતા પિતા કે ના એના મિત્રો,કોઈ જ જાણતું નથી કે કન્‍યા છે કોણ? કેમ કે એકવીકી માટે એનાલગ્નમાં દુલ્‍હન છે ત્રણ - અનુશ્રી, રાધિકા અને વિદ્યા.

હવે કોમેડી શું છે ને કેવી છે? એની એક ઝલક આપવા માટે નિર્માતાઓએ એનિમેટેડ પ્રોમો રિલીઝ કર્યો છે. ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્‍યું છે કે એનિમેટેડ ફોર્મેટમાં ફિલ્‍મનું ગીત રિલીઝ કરવામાં આવ્‍યું હોય.

વિકીના પિતા અને માતાની ભૂમિકા અનુરાગ -પન્‍ના અને અલ્‍પના બુચ દ્વારા ભજવવામાં આવી છે. વિકીના મિત્રોની ભૂમિકા ભૌમિક આહિરે સતીશ તરીકે અને ચિરાયુ મિષાીએ નરેશ તરીકે ભજવી છે.આ ફિલ્‍મ ૮ જુલાઈના રોજ રિલીઝ થશે.

(4:21 pm IST)