Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ખતરનાક સાસુના રોલમાં અનન્યા

અભિનેત્રીઅનન્યા ખરે ૧૯૮૪થી અભિનય કરી રહી છે. તેણે કારકિર્દીની શરૂઅત હમલોગ નામના ખુબ જ લોકપ્રિય ટીવી શોથી કરી હતી. દેખ ભાઇ દેખ સહિતના અનેક શો અને છેલ્લે લખનોૈ કી લવ સ્ટોરીમાં દેખાયેલી અનન્યા ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ હવે તે પહેલી જ વખત એક ખતરનાક સાસુના રોલમાં આવી છે. સ્ટાર ભારતના શો 'લક્ષ્મી ઘર આઇ'માં જ્વાલા નામની સાસુનું પાત્ર તેને મળ્યું છે. તે કહે છે આ પાત્રને ભજવવા માટે મેં એક સમયની અભિનેત્રી બિન્દુની ત્રીસ ફિલ્મો જોઇ કાઢી હતી. કારણ કે બિન્દુ જેવો ખોફ ક્યારેય કોઇનો લાગ્યો નથી. તેની બીક પણ લાગતી અને એમ છતાં તેમના પ્રત્યે આપોઆપ સન્માન પણ જાગતું. મેં બિંદુને ફરીથી એક વાર જીવંત કરવાની કોશિશ કરી છે, તેમના જેવી બૉડી-લૅન્ગ્વેજથી માંડીને બોલચાલની સ્ટાઇલ ડેવલપ કરવાની કોશિશ કરી છે. આ એવું પાત્ર છે જેને બસ બીજાને હેરાન કરવામાં મજા આવે છે.

(10:05 am IST)