Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

લગ્નના ત્રણ મહિના બાદ માતા બની દિયા મિર્ઝાઃ બે મહિનાથી પુત્ર ICUમાં

દિયાએ જણાવ્યું કેઃ તેના પુત્રનો જન્મ ૧૪ મેના રોજ થયો હતો

મુંબઇ, તા.૧૪: અભિનેત્રી દિયા મિર્ઝા અને વૈભવ રેખી પુત્રના પિતા બન્યા છે. દિયાએ આ સમાચાર ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ફેન્સ સાથે ફેર કર્યા છે. તેણે જણાવ્યું કે, તેના પુત્રનો જન્મ ૧૪ મેના રોજ થયો હતો. પ્રીમેચ્યોર ડિલીવરી હોવાને લીધે તેને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. તેણે વેલ-વિશર્સ અને ફેન્સનો આભાર વ્યકત કર્યો છે. દિયાએ લખ્યું કે, બાળક હજુ પણ હોસ્પિટલમાં છે.

દિયાએ દીકરાની આંગળીઓ પકડી હોય તે તસવીર શેર કરતાં લખ્યું કે, અમારા પુત્ર અવ્યાન આઝાદ રેખીનો ૧૪ મેના રોજ જન્મ થયો હતો.  ત્યારથી જ તે હોસ્પિટલના આઇસીયુમાં એડમિટ છે. પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થતાં અને બેકટરિયલ ઇન્ફેકશનને કારણે બાળકનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. જોકે, સમયસર ડોકટરની સમજણને કારણે તાત્કાલિક સી-સેકશન દ્વારા બાળકનો જન્મ સુરક્ષિત રીતે થયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૧૫ ફેબ્રુઆરીએ દિયા મિર્ઝાએ બિઝનેસમેન અને ઇન્વેસ્ટર વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના દોઢ મહિના બાદ તેણે પ્રેગ્નેન્સીની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. નોંધનીય છે કે, દિયાના પ્રથમ લગ્ન સાહિલ સંદ્યા સાથે થયા હતા. બન્ને લગ્નના ૧૧ વર્ષ બાદ ૨૦૧૯માં અલગ થયા હતા. દિયાના બીજા પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા.

(3:24 pm IST)