Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

શુટીંગ પુરૂ કર્યુ આલિયા ભટ્ટે

આલિયા ભટ્ટ સતત ફિલ્મોના શુટીંગમાં વ્યસ્ત બની ગઇ છે. તાજેતરમાં તેણે એક ફિલ્મનું શુટીંગ પુરૂ કરતાં તેની ઉજવણી કેક કાપીને કરી હતી. આલિયાએ વિજય વર્મા સાથેની ફિલ્મ ડાર્લિંગ્સનું શુટીંગ પુરૂ કર્યુ છે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને ઇટરનલ સનશાઈન પ્રોડકશનની આ ફિલ્મ આલિયા અને વિજય સાથે શેફાલી શાહ, રોશન મેથ્યુ પણ ખાસ ભુમિકામાં જોવા મળશે. ફિલ્મ ડાર્લિંગ્સ એક વિચિત્ર માતા-પુત્રીની જોડીની અનોખી વાર્તા છે જે વિશ્વમાં પોતાની જગ્યા શોધવાનો પ્રયાસ કરતી વખતે અજબ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. આ ડાર્ક કોમેડી મુંબઇમાં રૂઢિચુસ્ત મધ્યમ વર્ગના પડોશીની પૃષ્ઠભૂમિ પર રચાયેલી છે અને આ બે મહિલાઓના જીવનને શોધતી દર્શાવે છે જેને અસાધારણ સંજોગોમાં સાહસ અને પ્રેમ મળી જાય છે. આલિયા ભટ્ટ પાસે હાલમાં બીજી ફિલ્મો પણ છે. જેમાં ગંગુબાઇ કાઠીયાવાડી, બ્રહ્માસ્ત્ર, આરઆર આર સહિતનો સમાવેશ થાય છે. વિજય વર્મા અગાઉ મિરઝાપુર-૨ સિરીઝમાં ડબલ રોલમાં જોવા મળ્યો હતો.

(10:08 am IST)