Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

હવે કાર્તિક ઉતાવળ કરવા ઇચ્છતો નથી

અભિનેતા કાર્તિક આર્યન બોલીવૂડમાં કોઇ પણ પ્રકારના ધૂમધડાકા કર્યા વગર આગળ વધી રહ્યો છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનતથી સ્થાન મેળવ્યું છે. થોડા સમય પહેલા કરણ જોહરની દોસ્તાના-૨ ફિલ્મમાંથી કાર્તિકને બહાર કરવામાં આવ્યો હતો અને એ પછી શાહરૂખ ખાનના બેનર રેડ ચિલ્લીઝની ફિલ્મ ફ્રેડીમાંથી પણ તેને હટાવી દેવાયો હતો. પણ એકતા કપૂરે કામ સંભાળતાં ફરીથી કાર્તિકને આ ફિલ્મમાં લેવાયો હતો. હાલમાં તે ફ્રેડીનું કામ કરી રહ્યો છે. હવે તેને એક સાથે ત્રણ ફિલ્મોની ઓફર થઇ છે. કાર્તિક આર્યનને લોટરી લાગી હોય તેવી આ વાત છે. નિર્દેશક વાસુ ભગનાનીએ તેને એક સાથે ત્રણ ફિલ્મોની ઓફર કરી છે. જો કે તેણે હજુ આ ડીલ પર સહી કરી નથી. કારણ કે તે હવે કોઇપણ કામમાં ઉતાવળ કરવા ઇચ્છતો નથી.    રામ માધવાની થ્રિલર ડ્રામા ધમાકા અને અનીસ બઝમીની હોરર કોમેડી ભૂલ ભુલૈયા ૨માં પણ તે કામ કરી રહ્યો છે.

(10:08 am IST)