Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

આ ફિલ્મથી મૃણાલની ઇચ્છા પુરી થશે

બોલીવૂડમાં સક્રિય બની ગયેલી મૃણાલ ઠાકુર વધુ એક મોટી ફિલ્મ કરી રહી છે. ટીવી પરદેથી અહિ પહોંચેલી મૃણાલ છેલ્લે તૂફાનમાં ફરહાન અખ્તર સાથે મુખ્ય ભુમિકામાં જોવા મળી હતી. હવે તે તમિલ ફિલ્મ થડમની હિન્દી રિમેકમાં આદિત્ય રોય કપૂર સાથે મુખ્ય ભુમિકા નિભાવશે. આ હિન્દી રિમેકમાં મૃણાલ પોલીસનું પાત્ર ભજવવાની છે. આગામી ઓકટોબર મહિનામાં ફિલ્મનું શુટીંગ શરૂ થશે. મૃણાલે કહ્યું હતું કે ફિલ્મની સ્ટોરી મેં સાંભળી ત્યાં જ મને લાગ્યું હતું કે આ ફિલ્મ મારે કરવી જ જોઇએ. મારું પાત્ર ખુબ જ જટીલ છે. વળી પોલીસની ભુમિકા ભજવવાની હોઇ મારી ઘણા સમયથી ઇચ્છા હતી. આ ફિલ્મથી આ ઇચ્છા પણ પુરી થઇ જશે. મેં અત્યાર સુધી જેટલાં પણ પાત્રો ભજવ્યાં છે એમાંથી આ એકદમ અલગ છે. દર્શકો આ ફિલ્મને જોઇને શું મંતવ્યો આપશે એ જાણવા માટે ઉત્સુક છું. મૃણાલે આદિત્ય સાથેનો ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું હતું કે હવે સામનો કરવાનો સમય આવી ગયો છે.

(10:09 am IST)