Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કપરા સમયમાં ઘણું શીખવા મળ્યું છે : રવિ

મારી પ્રોફેશનલ કારકિર્દીના સોળ વર્ષ મારા માટે એક શિક્ષક જેવા રહ્યા છે. કારણ કે મેં જ્યારે કારકિર્દી શરૂ કરી હતી ત્યારે ફિલ્મ અને ટીવી એવા બે જ માધ્યમ હતાં. એ વખતે ડિજીટલ માધ્યમ નહોતું. મને સફળતા એક જ રાતમાં મળી નથી. કપરા સમયમાં મને જે શીખવા મળ્યું છે એ સફળતાએ મને શીખવ્યું નથી. આ વાત કરી છે અભિનેતા રવિ દુબેએ. રવિએ દોઢ દાયકા જેવી કારકિર્દીમાં યહાં કે હમ સિકંદર, ૧૨/૨૪ કરોલ બાગ, સાસ બિના સસુરાલ અને જમાઇ રાજા સહિતના શો અને રિયાલીટી શો પણ કર્યા છે. રવિ કહે છે પ્રામાણિકપણે કહું તો એવી કોઇ સ્કૂલ નથી કે જે તમને શીખવે કે સફળતાને કઈ રીતે સંભાળવી. જે વસ્તુ આપણને અનુભવથી શીખવા મળે છે એ કોઇ પુસ્તકો શીખવી શકતાં નથમને ધીમે ધીમે તકો મળતી ગઇ હતી અને સફળ થતો ગયો હતો. હું એ સમયનો આભારી છું. હું સ્પષ્ટ કહીશ કે મારા સારા સમય કરતાં મારા કપરા સમય દરમ્યાન મારી સ્કિલને વધુ નિખારવાના માર્ગ મને મળ્યા છે.

(10:09 am IST)