Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સ્‍ટાર પ્‍લસ ઉપર રજુ થતી ‘અનુપમા' સિરીયલના અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી એક એપિસોડના 60 હજાર તો વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડે 50 હજાર લે છે

જુદા-જુદા કલકારો એક-એક એપિસોડમાં કરે છે તગડી કમાણી

નવી દિલ્હીઃ TRPમાં નંબર વન પર રહેલી સિરીયસ અનુપમાની કહાનીમાં એક પછી એક નવા નવા ટ્વીસ્ટ આવ્યા કરે છે. ત્યારે આ ટ્વીસ્ટથી સિરીયલ તો ટોપ પર છે જ પણ સાથે તેના કલાકારોએ પણ લોકોના દીલ જીતી લીધા છે. ત્યારે આ સિરીયલના કલાકારો વિશે લોકો નાનામાં નાની વાત જાણવામાં રસ ધરાવે છે. ત્યારે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે, આ સિરીયલના કારીગરો રોલ કરવા માટે કેટલી સેલેરી લે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, અનુપમા સિરીયલના કલાકારો તેમના કિરદાર માટે કેટલી ફી લે છે.   

રૂપાલી ગાંગુલી-અનુપમા

જાણકારી મુજબ સિરીયલના લીડ રોલમાં રહેલી રુપાલી ગાંગુલી અનુપમાના રોલ માટે સૌથી મોટી રકમ લે છે. માહિતી મુજબ, રૂપાલી ગાંગુલી ઓન સ્ક્રીન અનુપમા બનવા માટે એક એપિસોડના 60 હજાર રૂપિયા ચાર્જ લે છે.

સુધાંશુ પાંડે-વનરાજ શાહ

અનુપમાના એક્સ હસબન્ડ વનરાજ શાહનો રોલ સિરીયલમાં સુધાંશુ પાંડે નિભાવે છે. વનરાજ શાહનો રોલ નિભાવવા માટે એક એપિસોડના 50 હજાર રૂપિયા લે છે.

મદાલસા શર્મા-કાવ્યા

અનુપનમાં કાવ્યાનો કિરદાર કરનાર મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા નિભાવી રહી છે. આ શોમાં કાવ્યા ગ્રે શેડમાં છે. પોતાના આ રોલ માટે કાવ્યા એક એપિસોડના 30 હજાર રૂપિયા લે છે.

આશીષ મેહરોત્રી-પારિતોષ શાહ

અનુપમા અને વનરાજનો પુત્ર હોવાની સાથે કિંજલના પતિનો રોલ નિભાવનાર પારિતોષ શાહ એક એક એપિસોડના 33 હજાર રૂપિયા લે છે.

પારસ કલનાવત-સમર:

અનુપમાના પુત્રનો રોલ કરવાર પારસ કલનાવત આ શોમાં એક એપિસોડના 35 હજાર રૂપિયા લે છે.

મુસ્કાન-પાખી શાહ:

વનરાજ અને અનુપમાના શોમાં તેમની લાડલી પુત્રી પણ છે. જેનો રોલ મુસ્કાન નિભાાવી રહી છે. મુસ્કાન આ કિરદાર માટે એક દિવસના 27 હજાર રૂપિયા લે છે.

(5:22 pm IST)