Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

આગામી ફિલ્મ 'શેહઝાદા'માં જોવા મળશે કાર્તિક-કૃતિ

મુંબઈ: કાર્તિક આર્યન અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ 'શેહઝાદા'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ 4 નવેમ્બર, 2022 ના રોજ રિલીઝ થવાની છે. રોહિત ધવન 'શેહઝાદા'નું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ અને અમન ગિલ પ્રોડ્યુસ કરી રહ્યા છે.નિર્માતા ભૂષણ કુમારે કહ્યું કે હું લાંબા સમયથી મોટા પાયે ફેમિલી એક્શન-પેક્ડ મ્યુઝિકલ ફિલ્મ બનાવવા માંગુ છું. હું આ ફિલ્મમાં રોહિત ધવન, અલ્લુ અરવિંદ અને અમન ગિલ સાથે કામ કરવા માટે આતુર છું. કાર્તિક, કૃતિ, પ્રીતમ અને બાકીની ટીમ 'શેહઝાદા'માં જે જાદુ બનાવશે તેની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મંગળવારે મુંબઈમાં એક મોટા સેટ પર શૂટિંગ શરૂ થયું. તેમાં પરેશ રાવલ, મનીષા કોઈરાલા, રોનિત રોય અને સચિન ખેડેકર પણ છે. એક્શનથી ભરપૂર મ્યુઝિકલ ફેમિલી ફિલ્મનું શૂટિંગ આગામી કેટલાક મહિનાઓમાં મુંબઈ અને દિલ્હીમાં વિવિધ શેડ્યૂલ પર કરવામાં આવશે.

 

(5:43 pm IST)