Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દિવાળી પર અક્ષય કુમારે ફિલ્મ રામ સેતુની કરી જાહેરાત: એક્ટરનો દમદાર ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી એક અઠવાડિયા પહેલા  રિલીઝ થઈ છે અને તેણે પોતાની નવી ફિલ્મની ઘોષણા કરી છે. અક્ષય કુમારની આગામી ફિલ્મનું નામ રામ સેતુ છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમારે આ ફિલ્મનો પહેલો લુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.અક્ષય કુમાર એકદમ ઇન્ટેન્સ લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે સરસ શર્ટ અને બ્લેક કાર્ગો પેન્ટ પહેર્યો છે. આ સાથે તેણે ગળામાં નારંગી રંગનું કપડું લપેટ્યું છે. પોસ્ટરમાં અક્ષય કુમારની પાછળ ભગવાન રામનો મોટો ફોટો જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

(3:57 pm IST)