Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

વિખુટા પડેલા ચાર ભાઇ બહેનની કહાનીમાં અદિતી

 યે જાદૂ હૈ જીન કા ફેઇમ અદિતી શર્મા પણ વેબ સિરીઝમાં આવી રહી છે. અલ્ટ બાલાજીની સિરીઝ ક્રેશ ફેબ્રુઆરીમાં આવી રહી છે. જેમાં ટશન એ ઇશ્ક, નામકરણ, ઇશ્કબાજ ફેઇમ  ઝેઇન ઇમામ મુખ્ય ભુમિકામાં છે. કહાની છે ચાર ભાઇ બહેનોની. અકસ્માતને કારણે તેઓ ૨૦૦૦ની સાલમાં છુટા પડી જાય છે અને નસિબની બલીહારીથી અચાનક ફરી ભેગા થાય છે. પણ પછીના સંજોગો કેવા હોય છે? તે આ શોમાં જોવા મળશે. કુંજ આનંદ, અદિતી શર્મા, રોહન મહેરા અને અનુષ્કા સેન ભાઇ-બહેનના રોલમાં દેખાશે. ઝેઇન ઇમામ રિષભ નામનું પાત્ર ભજવશે. રિષભ એક ડોકટર છે, તે પણ એક દૂર્ઘટનામાં પોતાના માતા-પિતાને ગુમાવી ચુકયો હોય છે. પોતાનું દર્દ દૂર કરવા તે કામમાં પરોવાઇ જાય છે. ઝેઇન કહે છે ઓટીટી પ્લેટફોર્મ મારા માટે નવું છે. સારી કહાનીની ઓફર સતત થઇ રહી છે. ઝેઇન છેલ્લે ક્રાઇમ થ્રિલર શો પોઇઝન-૨માં જોવા મળ્યો હતો.

(10:27 am IST)
  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • અમેરીકામાં કોરોનાના કહેરના પગલે ૧૦ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ : અમેરિકાના ઓન્ટેરીયો પ્રાંતમાં કોરોનાના કહેરને કારણે ૨૮ દિવસની કટોકટી લદાઈઃ પ્રાંતના તમામ લોકોને ઘરે રહેવા આદેશો : ટોરોન્ટો, ન્યુ યોર્ક હેમિલ્ટન, વિન્ડસર-આઇસેકસ જેવા પ્રાંતોમાં શાળાઓ ૧૦ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. access_time 1:26 pm IST

  • 23 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે access_time 7:14 pm IST