Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ક્રિટિકસ ચોઈસ અવોર્ડ્સ માટે બેસ્ટ એકટરની કેટેગરીમાં પ્રતીક ગાંધી, બોબીદેઓલ, કે. કે. મેનન, જયદિપ અહલાવત, દિવ્યેન્દુ શર્મા સામેલ

વેબ સીરિઝના નોમિનેશનમાં સ્કેમ ૧૯૯૨- ધ હર્ષદ મહેતા સ્ટોરી, પાતાલ લોક, આર્યા, સ્પેશ્યલ ઓપ્સ અને પંચાયતનો સમાવેશ

મુંબઈ તા. ૧૫: ક્રિટિકસ ચોઈસ અવોડ્સ દ્વારા તેની ત્રીજી સીઝનના નોમિનેશન અનાઉન્સ કરી દેવામાં આવ્યા  છે. આ એવોર્ડ્સની ગત બે સિઝનની સફળતા બાદ 'ફિલ્મ ક્રિટિકસ ગિલ્ડ' અને 'મોશન કન્ટેન્ટ ક ગ્રુપ', 'વિસ્ટાસ મીડિયા કેપિટલ' આ એવોર્ડ સેરેમનીની ત્રીજી સીઝન માટે ફરી સાથે આવ્યા છે. જેમાં વેબ સીરિઝના નોમિનેશનમાં સ્કેમ ૧૯૯૨-ધ હર્ષદ મહેતા સ્ટોરી, પાતાલ લોક, આર્યા, સ્પેશ્યલ ઓપ્સ તથા પંચાયતના નામ સિલેકટ કરવામાં આવ્યા છે. જયારે બેસ્ટ એકટરની કેટેગરીમાં ૧૯૯૨-સ્કેમના અભિનેતા પ્રતીક ગાંધી, પાતાલલોક માટે જયદીપ અહલાવત, સ્પેશલ ઓપ્સ માટે કે.કે.મેનન, મિર્ઝાપુર સીઝન ૨ માટે દિવ્યેન્દુ શર્મા, અને આશ્રમ માટે બોબી દેઓલને નોમિનેટ કરવામાં આવ્યા છે.

(11:52 am IST)