Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

હંસિકા મોટવાણીનું ઈમોશનલ ગીત 'સરયમ પાગલ' રિલીઝ

મુંબઈ: પોતાની હોટનેસ અને એક્ટિંગને કારણે ચર્ચામાં રહેતી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અને જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણીનો મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીત YRFની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ ગીતને છેલ્લી 14 મિનિટમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતમાં હંસિકા મોટવાણી ખૂબ જ સારી એક્ટિંગ કરતી જોવા મળી રહી છે.

 

(6:00 pm IST)