Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

હોરર સિરીઝમાં ડિરેકટરના રોલમાં કાજલ અગ્રવાલ

બોલીવૂડમાં સિંઘમ ફિલ્મથી જાણીતી બનેલી કાજલ અગ્રવાલ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં મોટુ નામ ધરાવે છે. તાજેતરમાં જ લગ્નના બંધને બંધાયેલી કાજલ અગ્રવાલ પણ હવે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. તેની એક વેબ સિરીઝ 'લાઇવ ટેલિકાસ્ટ' બારમી ફેબ્રુઆરીએ ડિઝની હોટસ્ટાર વીઆઇપી પર આવી રહી છે. આ એક હોરર સિરીઝ છે. જેમાં દેખાડાયું છે કે કેવી રીતે ટીવીના ક્રુ મેમ્બર એક સુપરહિટ બનાવવા માટે એક ઘરમાં ફસાઇ જાય છે.  આ ઘરમાં એક સુપરનેચરલ શકિતનું વર્ચસ્વ હોય છે. કસાત એપિસોડનો આ તમિલ શો છે. કાજલ કહે છે હું સતત આવા રોલ શોધતી રહુ છું, જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી શકે. આ શોમાં હું એક ડિરેકટરનો રોલ ભજવી રહી છું. જે ખુબ મજબુત અને સ્વતંત્ર મહિલા છે. જેનો ઉદ્દેશ એક જ છે અને એ છે સફળ ટીવી શો બનાવવો. પોતાની આ ઇચ્છાને પુરી કરવા તે એક મોટા ઘરમાં ફસાઇ જાય છે. હોરરના શોખીનોને આ શો ખુબ ગમશે.

(10:11 am IST)