Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

દીયા મિર્ઝાએ વૈભવ સાથે લીધા સાત ફેરા : આ રહી લગ્નની તસ્વીરી ઝલક

 મુંબઈ : વૈભવ અને દીયાના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ છે. દીયાએ પતિ વૈભવની સાથે લગ્ન પુરા થયા પછી બહાર આવીને ફોટોગ્રાફટને વિવિધ પોઝ આવીને ફોટોગ્રાફરને વિવિધ પોઝ આપેલ હતા.

15 ફેબ્રુઆરીએ બોલીવુડમાં વધુ એક લગ્ન સંપન્ન થયા છે. સોમવારે સાંજે બોલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝા (dia mirza) અને બિઝનેસમેન વૈભવ રેખીના લગ્ન રીતિ-રિવાજ પ્રમાણે સંપન્ન થયા છે. આ લગ્ન બાંદ્રા સ્થિત આવાસ પર થયા છે. લગ્નમાં પરિવાર સિવાય બોલીવુડના સેલિબ્રિટીઝ પણ પહોંચ્યા હતા. 

દીયા અને વૈભવના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લાલ કપડામાં સજ્જ દીયા સુંદર લાગી રહી છે. લગ્ન પૂરા થયા બાદ દીયાએ પતિ વૈભવની સાથે બહાર આવી ફોટોગ્રાફરને પોઝ આપ્યા. તો દીયાએ ફોટોગ્રાફર્સને મિઠાઈ પણ આપી હતી. લગ્નમાં અદિતિ રાવ હૈદરી, જૈકી ભગનાની, ક્રુણાલ દેશમુખે હાજરી આપી હતી. મહત્વનું છે કે દીયાએ પોતાના લગ્નની સત્તાવાર જાહેરાત તો ન કરી, પરંતુ શનિવારે તે સમાચાર આવ્યા હતા કે તે વૈભવ રેખીની સાથે લગ્ન કરી શકે છે. 
સોમવારે દીયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહેંદી સેરેમનીના ફોટો પોસ્ટ કર્યા હતા. તો આ પહેલા શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ ઇમ્સ્ટાગ્રામ પર બ્રાઇડલ શોવરનો ફોટો શેર કર્યો, જેમાં દીયા વૈભવના પરિવારની સાથે જોવા મળી હતી. 

દીયાએ પ્રથમ લગ્ન  પ્રોડ્યુસર સાહિલ સાંગા સાથે કર્યા હતા. બન્નેએ બોર્ન ફ્રી એન્ટરટેઈનમેન્ટ નામથી પ્રોડક્શન કંપની બનાવી હતી, જે હેઠળ તેણે લવ બ્રેકઅપ્સ જિંદગી અને બોબી જાસૂસનું નિર્માણ કર્યુ હતુ. 2019મા બન્નેએ લગભગ 11 વર્ષની રિલેશનશિપ બાદ છુટા પડવાનો નિર્ણય કર્યો હતો. 

(9:50 pm IST)