Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આજે માધુરી દિક્ષીતનો જન્મદિનઃ ૧૯૮૮માં આવેલી તેજાબ ફિલ્મથી સાચી અોળખ મળીઃ ઍમ.ઍફ. હુસૈન, સંજય દત્ત સહિત અનેક દિવાના હતા

મુંબઇઃ સુંદરતા અને ચહેરાના હાવભાવની વાત આવે તો માધુરી દીક્ષિતની તોલે અન્ય કોઈ અભિનેત્રી ન આવે. માધુરી દીક્ષિતે તેની ત્રણ દાયકાની કારકિર્દીમાં 70થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. માધુરી દીક્ષિત એવી અભિનેત્રીમાંથી એક હતી જે લગ્ન બાદ પણ સફળ રહી. માધુરી દીક્ષિતનો જન્મ 15 માર્ચ 1967 પર મરાઠી પરિવારમાં થયો. માધુરી દીક્ષિતને 3 વર્ષની ઉમરથી ડાન્સનો શોખ હતો. માધુરી દીક્ષિત પ્રોફેશનલ કથક ડાન્સર રહ્યા છે. 17 વર્ષની ઉમરે અબોધ ફિલ્મથી માધુરીએ ડેબ્યૂ કર્યું.

માધુરી દીક્ષિતનું હુલામણુ નામ બબલી હતું. એક જમાનામાં ટૉપ એકટ્રેસ રહેલી માધુરી દીક્ષિતને કારકિર્દીની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આમ તો માધુરીએ વર્ષ 1984માં ડેબ્યૂ કર્યુ હતું પરંતું દરેક ફિલ્મ બોક્સઓફિસ પર પીટાઈ જતી. 4 વર્ષના સંઘર્ષ બાદ માધુરી દીક્ષિતને સાચી ઓળખ વર્ષ 1988માં આવેલી તેજાબ ફિલ્મથી મળી.  તેજાબ ફિલ્મના ગીત 'એક દો તીન'થી માધુરી દીક્ષિત રાતોરાત સ્ટાર બની ગઈ.

માધુરી દીક્ષિતને વર્ષ 1994માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'હમ આપ કે હૈ કોન' માં સલમાન ખાન કરતા વધારે ફી મળી હતી. માધુરી દીક્ષિતને આ ફિલ્મ માટે 2.75 કરોડ રૂપિયાની ફીસ ચૂકવાઈ હતી. માધુરી દીક્ષિત બોલિવુડની એકમાત્ર અભિનેત્રી છે જે ફિલ્મફેર અવોર્ડ માટે 13 વખત નોમિનેટ થઈ હતી. માધુરી દીક્ષિતને શરૂઆતમાં માઈક્રોબાયોલોજીસ્ટ બનવા માગતી હતી.

વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈન માધુરી દીક્ષિતના પ્રેમમાં પડી ગયા હતા. એમ.એફ.હુસૈને જાહેર માધ્યમમાં માધુરી દીક્ષિત માટેના પ્રેમનો એકરાર કર્યો હતો. એમ.એફ.હુસૈને  67 વખત 'હમ આપકે હૈ કોન' ફિલ્મ નિહાળી હતી. માધુરી દીક્ષિતે જ્યારે કમબેક કર્યુ ત્યારે 'આજા નચલે' ફિલ્મ માટે આખુ થિયેટર બુક કરી દીધુ હતું.

કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સૈનિકોએ કટાક્ષ કર્યો હતો કે- ' જો ભારત તેમને માધુરી દીક્ષિત આપી દે, તો અમે કાશ્મીરની માંગ છોડી દઈશું'. દેવદાસમાં પણ લાખો ફેન્સ માધુરી દીક્ષિતની અદાકારીના દિવાના થઈ ગયા હતા.

બોલિવુડના હેન્ડસમ હંક સંજય દત અને ધક ધક ગર્લ માધુરી દીક્ષિત એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. સાજન ફિલ્મ બાદ તેઓ એકબીજાના ખૂબ નજીક આવી ગયા હતા. સંજય દતને ત્યારબાદ ગેરકાનૂની રીતે હથિયાર રાખવાના કિસ્સામાં ટાડા જેલમાં જવું પડતું હતું ત્યારે માધુરી દીક્ષિતે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો અને ત્યારબાદ ડૉ. શ્રી રામ માધવ નેને સાથે લગ્ન કરી દીધા. માધુરી દીક્ષિત હાલ ડાન્સિંગ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી રહ્યા છે.

(5:24 pm IST)
  • વ્યારા માટે કાળો દિવસ : વ્યારાના બિલ્ડર નિશિશ શાહની જાહેરમાં હત્યા : શનિમંદિર ચાર રસ્તા ઉપર કારમાં આવેલા ચાર શખ્સો ઉપરાઉપરી તલવાર વડે હુમલો કરી નાસી છૂટ્યા :નજીકમાં બેઠલા તરબુચવાળાએ છોડાવવાની કોશિશ કરતા ગંભીર ઘાયલ : લોહીલુહાણ હાલતમાં નિશિશ શાહને દવાખાને ખસેડાયા : તબીબોએ મૃત જાહેર કર્યા access_time 1:02 am IST

  • વાવાઝોડું અતિ ગંભીર છે: એનડીઆરએફએ મોટા પાયે ટીમો તૈયાર રાખી : ચક્રવાત તૌકતેને નિપટવા એનડીઆરએફ રાહત અને બચાવ પગલાં લેવા માટે તેની ટીમોની સંખ્યા ૫૩ થી ૧૦૦ જેટલી વધારી રહી છે. access_time 3:23 pm IST

  • રાત્રે અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું પંજીમ-ગોવાથી: 220 ,મુંબઈથી 590 અને વેરાવળથી 820 કિમી દૂર છે : અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બનવાની સાથે સાયકલોનીક સ્ટોર્મ હવે સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં બદલાયું, 13 કિમિની ઝડપથી દરિયામાં આગળ વધી રહ્યું છે તૌકતે, હાલ વાવાઝોડું પંજીમ-ગોવાથી 220, મુંબઈથી 590 અને વેરાવળથી 820 કિમી દૂર છે. access_time 12:26 am IST