Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘ડેજરસ’નું ટ્રેલર રિલીઝઃ લેસ્બિયન ક્રાઇમ સ્ટોરી ઉપર આધારીત ફિલ્મઃ અપ્સરા રાની અને નૈના ગાંગુલી કપલના રૂપમાં જાવા મળશે

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રામ ગોપાલ વર્મા એકવાર ફરી ફિલ્મ 'ડેંઝરસ'ના કારણે ચર્ચામાં છે. તેમની ફિલ્મએ રિલીઝ પહેલાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં અપ્સરા રાની અને નૈના ગાંગુલી કપલના રૂપમાં જોવા મળી રહ્યા છે, બંનેએ ઘણા બોલ્ડ સીન આપ્યા છે.

લેસ્બિયન ક્રાઇમ સ્ટોરી

ફિલ્મ 'ડેંજરસ' ના ટ્રેલરને રિલીઝ કરતી વખતે જાણકારીમાં લખવામાં આવ્યું છે કે આ એક લેસ્બિયન ક્રાઇમ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. આ ટ્રેલરના રિલીઝના 24 કલાક બાદ જ મિલિયન્સ વ્યૂઝ પ્રાપ્ત કરી લીધા છે. અત્યાર સુધી ટ્રેલરને 9 લાખથી વધુ વાર જોવામાં આવ્યું છે.

એક્ટ્રેસએ કરી કમાલ

ફિલ્મે ઇન્ટરનેટ પર રિલીઝ પહેલાં જ તહેલકો મચાવી દીધો છે. કારણ કે લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીમાં જોવા મળનાર બંને અભિનેત્રીઓએ પણ સુંદર રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે. તેમાં જોવા મળનાર અભિનેત્રી નૈના ગાંગુલી આ પહેલાં વેબસીરીઝ 'ચરિત્રહીન'થી નામના મેળવી ચૂકી છે. તેની સાથે સોંગ 'ખત્મ' ફેમ સાઉથ એક્ટ્રેસ અપ્સરા રાનીની કેમિસ્ટ્રી ગજબની લાગી રહી છે. બંનેએ તેમાં ખૂબ બોલ્ડ સીન્સ આપ્યા છે. હાલ ફિલ્મની રિલીઝ ડેટ સાથે જોડાયેલી કોઇ જાણકારી આપવામાં આવી નથી.

(5:25 pm IST)
  • બાંદ્રા-વર્લી સી લિંક હાઇવે ટ્રાફિક માટે બંધ કરાયો: તૌકતે વાવાઝોડાને લીધે મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક ટ્રાફિક માટે શનિ-રવિ બંધ કરી દેવામાં આવ્યાનું મુંબઈના મેયરે જાહેર કર્યું છે. access_time 12:41 am IST

  • કેરળના દરિયા કાંઠાના ઉપર આજે ભારે વરસાદને પગલે કોચીન સહિત ઠેરઠેર પૂરના દ્રશ્યો સર્જાયા છે.. access_time 8:53 pm IST

  • ટેનિસ : રફેલ નાડાલે પુરૂષ સિંગલ્સ સેમિ ફાઇનલમાં અમેરિકન રીલી ઓપેલ્કાને 6-4, 6-4થી હરાવીને ઇટાલિયન ઓપનની ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. access_time 11:17 pm IST