Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ફિટનેસ પ્રત્યે કદી બેદરકાર નથી બનતો અભિષેક

વધુ એક ટીવી પરદાનો કલાકાર ફિલ્મી પરદે આવી રહ્યો છે. ચંદીગઢ કરે આશિકી ફિલ્મમાં ટીવી સ્ટાર અભિષેક બજાજને પણ ખાસ રોલ મળ્યો છે. અભિષેકે તાજેતરમાં પોતાના બદલાયેલા લૂકની તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાંતે સિકસપેક એબ દેખાડતો જોવા મળી રહ્યો છે. અભિષેકે આ લૂક મેળવવા માટે ચાર વર્ષ સુધી  મહેનત કરી હતી. તે અવાર-નવાર કસરત કરતો હોય તેવા વિડીયો પોસ્ટ કરી ચાહકોમાં ચર્ચા જગાવતો રહે છે. ફિટનેસની બાબતમાં સખત ગંભીર રહેતો અભિષેક એક પણ દિવસ કસરત કરવાનું ચુકતો નથી. ગમે તેવું ટાઇટ શેડ્યુલ હોય છતાં તે કસરત માટે સમય કાઢી લે છે. અભિષેકે માર્શલ આર્ટસ અને ક્રોસ ફંકશનલ ટ્રેનિંગ પણ લીધી છે. વેબ સિરીઝ યોરઓનર-૨માં પણ તે કામ કરી રહ્યો છે. આ સિરીઝનો પહેલો ભાગ ખુબ હિટ નિવડ્યો હતો. મોડેલિંગથી શરૂઆત કરનાર અભિષેકે ટીવી શો પરવરીશ, દિલ દે કે દેખો, એક નનંદ કી ખુશીયો કી છબી, દિલ દે કે દેખો, સિલસિલા પ્યાર કા સહિતના શો કરી ચુકયો છે.

(10:19 am IST)