Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

થ્રિલરમાં ખુબ ક્ષમતા હોય છેઃ તમન્ના

પંદર વર્ષની ઉમરે બોલીવૂડમાં વર્ષ ૨૦૦૫માં ફિલ્મ યે ચાંદ સા રોશન ચહેરા થકી અભિનય કારકિર્દી શરૂ કરનાર તમન્નાએ આ ફિલ્મ પછી દક્ષિણમાં ડગલા માંડી દીધા હતાં. ત્યાં તેને એટલી સફળતા મળી કે પછી પાછુ વળીને જોયું નથી. દક્ષિણની તેની ખુબ સફળતા તેને ફરીથી બોલીવૂડમાં પણ લાવી છે. હવે તે અહિ પણ એક પછી એક મોટી ફિલ્મો કરતી રહે છે. બાહુબલી તેની સોૈથી સફળ ફિલ્મોમાં એક છે. તેની એક પછી એક નવ હિન્દી અને સાઉથની ફિલ્મો કતારમાં છે. તમન્ના ભાટિયા દરેક જોનરની ફિલ્મો કરી ચુકી છે. તેણે કહ્યું હતું કે થ્રિલર ફિલ્મમાં એટલી ક્ષમતા હોય છે કે દર્શકો એકસાથે જ આખી સિરીઝ જોઈ શકે છે. તમન્ના ક્રાઇમ-થ્રિલર 'ઇલેવન્થ અવર'માં અન 'નવેમ્બર સ્ટોરી' નામની સિરીઝમાં જોવા મળી છે. થ્રિલર વિશે તમન્નાએ કહ્યું હતું કે થ્રિલરને જો સારી રીતે બનાવવામાં આવે તો એમાં એટલી ક્ષમતા હોય છે કે એને તમે એક જ બેઠકમાં જોઈ શકો છો. દરેક નિર્માતાની એવી ઇચ્છા હોય છે કે તેમની સિરીઝ બધા જુએ.

(10:20 am IST)