Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ લીધું મડ બાથઃ તસવીર વાયરલ

ઉર્વશી રૌતેલાની આ તસવીર પર પ્રશંસકોની રસપ્રદ કમેન્ટ્સ પણ આવી રહી છે

મુંબઇ, તા.૧૫: ઉર્વશી રૌતેલાએ શાનદાર પર્સનાલિટી અને ટેલેન્ટના દમે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે. તે બોલિવૂડની સૌથી ફેશનેબલ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં સામેલ છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ એકિટવ રહેતી ઉર્વશીએ પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે મડ બાથ લેતી નજરે પડે છે. તેની આ તસવીર પર પ્રશંસકોની રસપ્રદ કમેન્ટ્સ પણ આવી રહી છે.

ઉર્વશી રૌતેલા પોતાની આ તસવીર શેર કરીને ચર્ચામાં આવી છે. તેણે મેડ બાથ લેતી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે લેપ લગાવેલું જોવા મળે છે. ઉર્વશીની આ તસવીર વાયરલ થઇ રહી છે. સાથે જ અત્યાર સુધી લાખો લાઇકસ પણ આવી ચૂકયાં છે. એક યુઝરે લખ્યું કે, અનિલ કપૂરની નાયક ફિલ્મ જોઇ લીધી? આમ, કમેન્ટ બોકસમાં દ્યણી રસપ્રદ કમેન્ટ્સ પણ આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલા હાલમાં જ અરબ સુપરસ્ટાર મોહમ્મદ રમાદાન સાથે વર્સાચે બેબીમાં જોવા મળી હતી. ઉર્વશીના વર્કફ્રેન્ટની વાત કરીએ તો તે આવનારી વેબ સીરિઝ ઇન્સ્પેકટર અવિનાશમાં રણદીપ હુડ્ડા સાથે નજરે પડશે. બીજી બાજુ, તે તમિલ ડેબ્યૂ પણ કરવા જઇ રહી છે. ઉર્વશી બ્લેક રોઝ અને થિરુતુ પાયલે ૨ની હિંદી રિમેકમાં પણ જોવા મળશે.

(3:17 pm IST)