Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ડિસેમ્‍બર સુધી કેટરીનાની ફિલ્‍મ માટે જોવી પડશે રાહ

કેટરીના કૈફના ચાહકો તેની ફિલ્‍મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે ચાહકોએ હજુ ડિસેમ્‍બર મહિના સુધી રાહ જોવી પડે તેમ છે. હાલમાં કેટરીના કૈફ સાઉથના સુપરસ્‍ટાર વિજય સેતુપતિ સાથેની ફિલ્‍મ મેરી ક્રિસમસમાં કામ કરી રહી છે.   આ ફિલ્‍મની ચાહકો ખુબ જ રાહ જોઇ રહ્યા છે. ફિલ્‍મના નિર્માતા રમેશ તોૈરાનીએ આઇફમાં આ ફિલ્‍મ વિશેની કેટલીક વાતો રજૂ કરી હતી. રમેશ તોૈરાનીના કહેવા મુજબ ફિલ્‍મનું શુટીંગ લગભગ જુલાઇ મહિનામાં પુરુ થઇ જવાની શક્‍યતા છે. ફિલ્‍મમાં વિજય સેતુપતિને લેવાનો વિચાર  શ્રીરામ રાઘવનનો હતો. તેમને પાક્કો વિશ્વાસ હતો કે આ ફિલ્‍મની કહાનીમાં વિજય જ યોગ્‍ય રહેશે. ફિલ્‍મની કહાની ક્રિસમસ સાથે સંકળાયેલી હોવાથી જ ફિલ્‍મનું નામ આ રીતનું રખાયું છે. આ ફિલ્‍મનું મોટા ભાગનું શુટીંગ મુંબઇમાં જ થયું છે. હવે ફિલ્‍મ ડિસેમ્‍બરમાં એટલે કે નાતાલના તહેવાર પર રિલીઝ કરવાની તૈયારી છે.

(10:04 am IST)