Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સપનુ ટુંક સમયમાં પુરું થવાની સારા અલી ખાનને આશા

અભિનેત્રી સારા અલી ખાને બોલીવૂડમાં એન્‍ટ્રી કર્યા પછી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. અતરંગી રેની સફળતા પછી સારા આલી ખાન વધુને વધુ સારા પાત્રો ભજવવા માંગે છે. તે કહે છે આ ફિલ્‍મ પછી મને આનંદ એલ. રાયએ કહ્યું હતું કે હવે પછી તને કોઇપણ નબળુ પાત્ર ભજવવાની મજા નહિ આવે. સારાની ઇચ્‍છા સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાની છે. તે કહે છે મારે તેમની ફિલ્‍મમાં કોઇ રાણીનું પાત્ર ભજવવું છે અને આ મારો ડ્રીમ રોલ છે. આ ઉપરાંત ઝોયા અખ્‍તરની ફિલ્‍મમાં આજની યુવતિનો રોલ કરવાની ઇચ્‍છા પણ છે. આ સપનુ ટુંક સમયમાં પુરૂ થઇ જાય તેવી ઇચ્‍છા પણ તે ધરાવે છે. સારા આગામી ફિલ્‍મમાં વિક્કી કોૈશલ સાથે કામ કરી રહી છે. દિનેશ વિજન આ ફિલ્‍મ બનાવી રહ્યા છે. સારા કહે છે મારા માટે પ્‍લેટફોર્મ કોઇપણ હોય તે નહિ પણ કહાની વધુ મહત્‍વની છે. સાઉથ, નોર્થ, હિન્‍દી, ઓટીટી, થિએટર રિલીઝ કંઇપણ હોય હું બધા પ્‍લેટફોર્મમાં કામ કરવા તૈયાર છું. શરત એટલી કે કહાની સારી હોવી જોઇએ.

(10:06 am IST)