Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સેટ પર દીપિકા પાદુકોણની તબિયત બગડીઃ સારવાર માટે લઇ જવી પડી હોસ્‍પિટલ

સારવાર પછી તરત જ દીપિકા અમિતાભ બચ્‍ચન સાથે શૂટિંગ કરવા સેટ પાછી ફરી હતી

મુંબઇ,તા. ૧૫: દીપિકા પાદુકોણ હાલ તેની આગામી ફિલ્‍મ ‘પ્રોજેક્‍ટ કે'ના શૂટિંગના કારણે હૈદરાબાદમાં છે. અભિનેત્રીની તબિયત બગડ્‍યા બાદ તેને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, દીપિકા તેના હૃદયના ધબકારા વધ્‍યા પછી અસ્‍વસ્‍થ અનુભવી રહી હતી. તેને તાત્‍કાલિક હૈદરાબાદની હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

સારવાર પછી તરત જ, દીપિકા અમિતાભ બચ્‍ચન સાથે શૂટિંગ કરવા સેટ પર પાછી ફરી હતી. ફિલ્‍મ ‘પ્રોજેક્‍ટ કે' દીપિકાની પ્રભાસ સાથેની પ્રથમ ફિલ્‍મ છે. તેમાં અમિતાભ બચ્‍ચન પણ મહત્ત્વના રોલમાં છે. આ વર્ષની શરૂઆતમાં ગુરુ પૂર્ણિમાના દિવસે, અમિતાભ બચ્‍ચને પ્રભાસ-સ્‍ટારર ફિલ્‍મ માટે ઓપનિંગ શોટ્‍સ આપ્‍યા હતા.

દીપિકાના વર્કફ્રન્‍ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્‍મ ‘પઠાન' છે. આ ફિલ્‍મમાં દીપિકા સાથે શાહરૂખ ખાન કામ કરી રહ્યો છે. દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથે કરી હતી. ફરી એકવાર, દીપિકા કિંગ ખાન સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે. ‘પઠાન' સિવાય દીપિકા રિતિક રોશન સાથે ‘ફાઈટર'માં જોવા મળશે.

દીપિકા પ્રભાસ સાથે શ્નપ્રોજેક્‍ટ કેશ્નમાં પણ જોવા મળશે. આ સિવાય દીપિકા પાદુકોણ થોડા સમય પહેલા શકુન બત્રાની ફિલ્‍મ ‘ઘેરૈયાં'માં જોવા મળી હતી. આ ફિલ્‍મ OTT પ્‍લેટફોર્મ પર રિલીઝ થઈ હતી, જેમાં દીપિકા પાદુકોણે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્‍યા પાંડે સાથે સ્‍ક્રીન શેર કરી હતી. 

(10:13 am IST)