Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ફિલ્મ શિદ્દતનું ટાઇટલ ટ્રેક રિલીઝ, ગીતમાં જોવા મળશે લવસ્ટોરી

મુંબઈ: સની કૌશલ અને રાધિકા મદન અભિનીત ફિલ્મ શિદ્દતનું ટાઇટલ ટ્રેક સોંગ શિદ્દત રિલીઝ થયું છે, જેણે ચાહકોને ખૂબ ઉત્સાહિત કર્યા છે. આ ગીત સની કૌશલ અને રાધિકા મદનની લવ સ્ટોરી દર્શાવે છે. આ ગીત મનન ભારદ્વાજે ગાયું છે. મનને પોતે ગીતના શબ્દો લખ્યા છે અને ગીતની રચના પણ પોતે જ કરી છે. મનન ના અવાજમાં આ ગીત ઘણું સારું લાગી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન કુણાલ દેશમુખે કર્યું છે.ફિલ્મને દિનેશ વિજન, ભૂષણ કુમાર અને ફિરુઝી ખાન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 1 ઓક્ટોબર 2021 ના ​​રોજ રિલીઝ થશે.

 

(8:50 pm IST)