Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પારિતોષ સિવાય એ પાત્ર કોઇ ભજવી ન શકેઃ રિત્વીક ધન્જાની

અભિનેતા રિત્વીક ધન્જાનીએ પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે.  છેલ્લે તે વેબ સિરીઝ કાર્ટેલમાં ખુબ જ ગુસ્સો ધરાવતાં અભય આંગ્રેના રોલમાં દેખાયો હતો. તેના અભિનયના સોૈએ વખાણ કર્યા છે. તે ટીવી પરદે રિયાલીટી શો હોસ્ટ પણ કરતો રહે છે. સુપર ડાન્સર શોને તે છેલ્લી ત્રણ સિઝનથી હોસ્ટ કરતો આવ્યો છે. આ શોમાં મામાજીનું પાત્ર પરિતોષ ત્રિપાઠી ભજવે છે. પારિતોષના વખાણ કરતાં રિત્વીક થાકતો નથી. તે કહે છે મામાજીનું પાત્ર પારિતોષ સિવાય બીજુ કોઇ ભજવી શકે નહિ.  સુપર ડાન્સરની ચોથી સિઝનને પણ રિત્વીક અને પારિતોષ હોસ્ટ કરી રહ્યા છે. આ શો હવે પૂરો થવા આવ્યો છે ત્યારે રિત્વિકે કહ્યું હતું કે આ મુસાફરી ખૂબ જ અદ્દભુત રહી છે. પરિતોષ ખૂબ જ હોંશીયાર કલાકાર છે. તે સારો રાઇટર, અભિનેતા અને સારો કો-એન્કર પણ છે. આર્ટિસ્ટ છે. મને નથી લાગતું કે મામાજીને તેના સિવાય કોઇ બીજુ સારી રીતે ભજવી શકે.

(9:52 am IST)