Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

એ કારણે ખુબ સંઘર્ષ કરવો પડ્યોઃ ગુલકી

બોલીવૂડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી અહિ તમારા સુંદર દેખાવને વધુ મહત્વનો ગણાય છે. એક સમયે શ્યામ વર્ણને અલગ જ નજરે જોવામાં આવતો હતો. પરંતુ ધીમે ધીમે તેમાં બદલાવ આવ્યો છે. હવે અહિ ડસ્કી લૂક ધરાવનાર પણ સુપરસ્ટાર બની શકે છે. જો કે થોડા સમય પહેલા હીના ખાને કહ્યું હતું કે શ્યામ વર્ણને કારણે કાશ્મીરી છોકરીનો રોલ મળ્યો નહોતો.

ટીવી શો મેડમ સરમાં મુખ્ય ભુમિકા નિભાવી રહેલી અભિનેત્રી ગુલકી જોષીએ કહ્યું હતું કે એક સિરીયલ કર્યા પછી દોઢ વર્ષ ઘરે બેઠા રહેવું પડ્યું હતું. મારે મારી શ્યામ સ્કીનને કારણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.  પણ ભગવાને મને ટેલેન્ટ આપ્યું છે. મારા સારા અભિનયને કારણે મને કામ મળી રહ્યું છે. મને ઓડિશનમાં તમે નોકરાણીના રોલ માટે આવ્યા છો? એવું પણ પુછી લેવાયું હતું. વર્ષ ૨૦૧૧માં ગુલકીએ ક્રાઇમ પેટ્રોલથી અભિનય શરૂ કર્યો હતો. ફીર સુબહ હોગી, નાદાન પરીન્દે ઘર આજા, યે હે મહોબ્બતે, લાશ ઇશ્ક જેવા શો પણ તેણે કર્યા છે.

(9:53 am IST)